સેના અને નૌકાદળ હવાઇદળ અથવા બીજા કાયદાને અસર થશે નહિ.
(૧) આ અધિનિયમમાંના કોઇપણ મજકૂરથી સેના અધિનિયમ ૧૯૫૦ હવાઇદળ અધિનિયમ ૧૯૫૦ નૌકાદળ અધિનિયમ ૧૯૫૭ સીમા સુરક્ષાદળ અધિનિયમ ૧૯૬૮ તટરક્ષક અધિનિયમ ૧૭૮ અને રાષ્ટ્રીય સલામતી રક્ષક અધિનિયમ ૧૯૮૬ હેઠળ કોઇ ન્યાયાલય અથવા અન્ય સતામંડળ વાપરી શકે તેવી હકૂમતને અથવા ન્યાયાલય કે અન્ય સતામંડળને લાગુ પાડી શકાય તેવી કાયૅરીતિને બાધ આવશે નહિ. (૨) શંકાના નિવારણ માટે આથી જાહેર કરવામાં આવે છે કે પેટા કલમ (૧)માં ઉલ્લેખ્યા પ્રમાણેના કોઇપણ કાયદાના હેતુઓ માટે ખાસ ન્યાયાધીશનું ન્યાયાલય સામાન્ય ફોજદારી ન્યાયનું ન્યાયાલય છે એમ ગણાશે.
Copyright©2023 - HelpLaw