અપીલ અને ફેરતપાસ - કલમ:૨૭

અપીલ અને ફેરતપાસ

આ અધિનિયમની જોગવાઇઓને આધીન રહીને ઉચ્ચ ન્યાયાલય જેટલા સુધી લાગુ પાડી શકાય તેટલે સુધી ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩થી ઉચ્ચ ન્યાયાલયને મળેલી અપીલ અને ફેરતપાસ તમામ સતા જાણે કે ખાસ ન્યાયાધીશનું ન્યાયાલય ઉચ્ચ ન્યાયાલયની સ્થાનિક હદોમાં કેસોની ઇન્સાફી કાયૅવાહી ચલાવતું સેશન્સ ન્યાયાલય હોય તેમ વાપરી શકશે.