સન ૧૯૪૪ના ૩૮માં વટહુકમનો સુધારો - કલમ:૨૯

સન ૧૯૪૪ના ૩૮માં વટહુકમનો સુધારો

ફોજદારી કાયદા સુધારા વટહુકમ ૧૯૪૪માં (એ) કલમ ૩ની પેટા કલમ (૧)માં કલમ-૯ની પેટા કલમ (૧) માં કલમ ૧૦ના ખંડ (એ)માં કલમ ૧૧ની પેટા કલમ (૧)માં અને કલમ ૧૩ની પેટા કલમ (૧)માં રાજય સરકારે એ શબ્દો જયાં જયાં આવતા હોય ત્યાં ત્યાં બદલે યથાપ્રસંગ રાજય સરકાર અથવા કેન્દ્ર સરકાર એ શબ્દો મૂકવા (બી) કલમ-૧૦માં ખંડ (એ)માં ત્રણ મહીના એ શબ્દોને બદલે એક વષૅ એ શબ્દો મૂકવા (સી) અનુસૂચિમાં (૧) પરિચ્છેદ ૧ કમી કરવો (૨) પરિચ્છેદ ૨ અને ૪ માં (એ) સ્થાનિક સતામંડળ એ શબ્દો પછી અથવા કેન્દ્રના પ્રાન્તના અથવા રાજયના અધિનિયમથી અથવા તે હેઠળ સ્થાપેલ કોઇ કોર્પોરેશન અથવા સરકારની કે કંપની અધિનિયમ ૧૯૫૬ની કલમ-૬૧૭માં વ્યાખ્યા કમૅ પ્રમાણેની સરકારી કંપનીની માલિકીના અથવા નિયંત્રણ હેઠળના અથવા સહાય મેળવતા કોઇ સતામંડળ અથવા મંડળ અથવા આવા કોર્પોરેશનને સતામંડળે અથવા સરકારી કંપનીએ સહાય આપેલ કોઇ મંડળી એ શબ્દો અને આંકડા દાખલ કરવા (બી) અથવા સતામંડળ એ શબ્દો પછી અથવા કોર્પોરેકન મંડળ અથવા સરકારી કંપની અથવા મંડળી એ શબ્દો દાખલ કરવા (૩) પરિચ્છેદ ૪-એ ને બદલે નીચેનો પરિચ્છેદ મૂકવો ૪-એ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ હેઠળનો શીક્ષાપાત્ર ગુનો (૪) પરિચ્છેદ ૫માં બાબતો ૨, ૩, ૪ અને આંકડાને બદલે બાબતો ૨, ૩, ૪ અને ૪-એ એ શબદો આંકડા અને અક્ષરો મૂકવા