નિયમો બનાવવાની સતા
(૧) કેન્દ્ર સરકાર સતાવાર ગેઝેટમાં જાહેરનામા દ્રારા આ અધિનિયમની જોગવાઇઓ હાથ ધરવા માટે નિયમો બનાવી શકે છે. (૨) ખાસ કરીને અને પૂવૅગામી શકિતના પૂવૅગ્રહ વિના આવા નિયમો નીચે જણાવેલી તમામ બાબતો માટે અથવા કોઇ પણ માટે લાગુ પડી શકશે એટલે કે (એ) માગૅદર્શિકા કે જે કલમ ૯ હેઠળ વેપારી સંગઠન દ્રારા મૂકવામાં આવી શકે (બી) કલમ ૧૯ની પેટા કલમ (૧) હેઠળ કાયૅવાહીની મંજૂરી માટેની માગૅદર્શિકા (સી) કોઇપણ અન્ય બાબત જે નિયત થવા માટે જરૂરી છે અથવા હોઇ શકે છે. (૩) આ અધિનિયમ હેઠળ કરવામાં આવેલ દરેક નિયમ બને પછી બને તેટલું જલદી સંસદની દરેક સભામાં પહેલા જયારે તે સત્રમાં છે ત્યારે કુલ ત્રીસ દિવસની . મુદત માટે જે એક બે અથવા વધુ સળંગ સત્રમાં સમાવી શકાય છે અને જો સત્રની સમાપ્તિ પહેલા અથવા સત્રને અનુસરતા સળંગ સત્ર પહેલા બંને ગૃહો નિયમમાં કોઇપણ ફેરફાર કરતા સંમત થાય છે અથવા બંને ગૃહો સંમત થાય છે કે નિયમ ન થવો જોઇએ તે માટે સહમત થાય ત્યારબાદ આ પ્રકારના સંશોધિત સ્વરૂપમાં જ નિયમનો અમલ થશે અથવા કોઇ અસર નહી થાય જેવો કેસ હોય તે મુજબ છતાં પણ આવા કોઇ ફેરફાર અથવા વિચ્છેદન તે નિયમ હેઠળ અગાઉ કંઇ તેની પણ કરવામાં આવેલ વૈધતાના પૂવૅગ્રહ વગર રહેશે. (( નોંધ:- સન ૨૦૧૮ ના અધિનિયમ ક્રમાંક ૧૬ મુજબ કલમ ૨૯ પછી નવી કલમ ૨૯-એ ઉમેરવામાં આવેલ છે. ))
Copyright©2023 - HelpLaw