રદ કરવા બાબત અપવાદ
(૧) ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૪૭ અને ફોજદારી કાયદા સુધારા અધિનિયમ ૧૯૫૨ આથી રદ કરવામાં આવે છે. (૨) આવી રીતે રદ થવા છતા સામાન્ય કલમ અધિનિયમ ૧૮૯૭ ની કલમ ૬ લાગુ પડવાને બાધ આવ્યા સિવાય આ રીતે રદ થયેલ અધીનિયમ હેઠળ અથવા તે અનુસાર કરેલ અથવા લીધેલ અથવા કરેલ અથવા લીધેલ હોવાનું અભિપ્રેત હોય તેવું કોઇપણ કાયૅ અથવા પગલું આ અધિનિયમની જોગવાઇઓ સાથે અસંગત ન હોય તેટલે સુધી આ અધિનિયમની તત્સમાન જોગવાઇ હેઠળ અથવા તે અનુસાર કરેલુ છે અથવા લીધેલુ છે એમ ગણાશે.
Copyright©2023 - HelpLaw