
ટૂક સંજ્ઞા વ્યાપ્તિ અને આરંભ
(૧) આ અધિનિયમ મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ કહેવાશે.
(૨) તે સમગ્ર ભારતને લાગુ પડે છે.
(૩) તે કેન્દ્ર સરકાર સરકારી ગેઝેટમાં જાહેરનામુ પ્રસિધ્ધ કરીને નકકી કરે તેવી તારીખે તે અમલમાં આવશે અને જુદા જુદા રાજયો માટે જુદી જુદી તારીખો નકકી કરી શકાશે અને આ અધીનિયમના આરંભનો આ અધિનિયમની જોગવાઇઓ પૈકી કોઇપણ જોગવાઇમાંનો કોઇપણ સંદભૅનો રાજય સબંધમાં તે રાજયમાં આ અધિનિયમ અમલમાં આવ્યાના સંદર્ભે તરીકે અથૅ કરવો. ૧૯૮૮ના અધિનિયમના ઉદેશો અને કારણો.
મોટર વાહન અધિનિયમ ૧૯૩૯ (સન ૧૯૩૯નો ૪થો) મોટર વાહનને લગતો કાયદો એકત્રિત કરી સુધારવા બાબતનો હતો. આ કાયદાને યથાવત રાખવા માટે વારંવાર સુધારવામાં આવ્યો છે. તેમ છતા એવુ જણાય છે કે હવે આ કાયદો રોડ ટ્રાન્સપોટૅ ટેકનોલોજી ઉતારૂઓની પધ્ધતિ અને ભાડા ચળવળ દેશમાં રસ્તાનો વિકાસ અને ખાસ કરીને મોટર વાહન મેનેજમેન્ટની સુધારેલી ટેકનીકસને ધ્યાનમાં લઇને તૈયાર કરવો જરૂરી છે.
જુદી જુદી સમિતિઓ જેવી કે નેશનલ ટ્રાન્સપોટૅ પોલીસી કમિટી નેશનલ પોલીસ કમિશન રોડ શેફટી કમિટિ લો પાવર – ટુ – વ્હીલર કમિટિ વળી લો કમિશન એ રોડ ટ્રાન્સપોટૅના જુદા જુદા પાસાઓનો અભ્યાસ કર્યો છે. તેઓએ આ કાયદાને અધતન સરળ અને પુનગૅઠન કરવાની ભલામણ કરી છે સંસદના ઘણા સભ્યો આધુનિક જમાનાની જરૂરિયાતના સબંધી બનાવવા માટે મોટર વાહન અધિનિયમ ૧૯૩૯નો સવૅગ્રાહી દ્રષ્ટિકોણ સમજાવવા માટે અરજ કરી છે.
તેથી સને ૧૯૮૪ના જાન્યુઆરીમાં મોટર વાહન અધિનિયમ ૧૯૩૯ની તમામ જોગવાઇઓનુ પુનવીલોકન કરવા માટે અને સવૅગ્રાહી કાયદા માટે દરખાસ્ત રજૂ કરવા માટે વર્કીંગ ગ્રુપની રચના કરવામાં આવેલી આ વકીગ ગ્રુપે જુદા જુદા મંડળોએ અને સેન્ટ્રલ ઇન્સ્ટીટયુટ ઓફ રોડ ટ્રાન્સપોર્ટ ઓટમોટીક રીસચૅ એસોસીયેશન ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓ અને મેન્યુફેકચર અને જનરલ પબ્લિક સહિતના બીજા ટ્રાન્સપોટૅ સંગઠનોએ અગાઉ કરેલા સૂચના અને ભલામણોને ધ્યાનમાં લીધા તદઉપરાંત વીંગ ગ્રુપની ભલામણો અંગે રાજય સરકારોની ટીકાઓ મેળવેલી આ બધાની ચર્ચા તમામ રાજયોના અને સંઘ પ્રદેશોના ટ્રાન્સપોટૅ મંત્રીશ્રીઓ સાથે ખાસ મીટીંગ બોલાવી ને ચર્ચ। કરેલી અમુક અગત્યના ફેરફારો સૂચવવામાં આવ્યા હતા જે નીચેની હકીકતોને ધ્યાનમાં લઇને કરવામા આવ્યા
(એ) દેશમાં વાણિજિયક અને વ્યકિતગત વાહનો એમ બન્નેની સંખ્યામાં ઝડપી વધારો
(બી) ઓટોમોટીવ સેકટરમા ઉચ્ચ ટેકનોલોજી સમજાવવાની જરૂરિયાત
(સી) ઉતારૂઓનો મોટો ધસારો અને ભાડા
(ડી) રોડ સેફટી સ્ટાન્ડૉ અને પ્રદુષણ નિયંત્રણ પગલા ભયજનક અને સ્ફોટક પદાર્થોની હેરફેરનુ ધોરણ
(એફ) ટ્રાફિક ગુનેગારોની ટકાવારીમાં અસરકારક રીતે ઘટાડો કરવાની જરૂર.
એમ. કે. કુન્હીમોહમ્મદ વિ. પી.એ.એહમદ કુટ્રી એ.આઇ.આર. ૧૯૮૭ સુ.કો પાન નં.૨૧૫૮માં સુપ્રિમ કોટૅ અકસ્માતમાં અને મોટરવાહનોના વારંવારના અકસ્માતોમાં સંડોવાયેલી વ્યકિતના પક્ષે કોઇ કસુર હોવાની સાબિતી ન હોય તેવા પ્રસંગે મૃત્યુ થવાના અથવા કાયમી અશકત થવાના સબંધમાં મોટર અકસ્માતના પરિણામે આપવાના વળતરની મયૅ ાદા વધારવા માટે અને અકસ્માતમાં સંડોવાયેલ વગૅ અથવા પ્રકારના મોટર વાહન ઉપર આધારિત વળતર આપવા માટે વીમો ઉતરાવનારની જવાબદારીમાં અમુક ભેદભાવ દૂર કરવા માટે અમુક સૂચનો કર્યું છે. સુપ્રિમ કોર્ટે કરેલા ઉપરના સુચનો આ વિધેયકમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
સુચિત કાયદો આવી પ્રશ્ચંદભૂકિકા ઉપર તૈયાર કરવામાં આવ્યો છે. આ અધિનિયમ અમુક વધુ અગત્યની જોગવાઇઓમાં નીચેની બાબતો માટે જોગવાઇ કરી છે.
(એ) નવા પ્રકારના વાહનોની અમુક નવી વ્યાખ્યાઓ ઉમેરીને અમુક વ્યાખ્યાઓ સવૅગ્રાહી બનાવી છે.
(બી) ડ્રાઇવીંગ લાઇસન્સ આપવા અને તેની કાયદેસરની મુદતને લગતી ચુસ્ત કાયૅરીતિ
(સી) મોટર વાહનોના અંગભૂત ભાગો માટેનુ ધોરણ જણાવવુ.
(ડી) એન્ટી પોલ્યુશન નિયંત્રણ યુકિત માટેનુ ધોરણ
(ઇ) અધિકૃત ટેસ્ટીંગ સ્ટેશનો દ્રારા વાહનનુ યોગ્યતા પ્રમાણપત્ર કાડી આપવા માટેની જોગવાઇ.
(એફ) નોંધણી ચિન્હની પધ્ધતિ યથાવત રાખવા માટેની જોગવાઇ
(જી) બિન રાષ્ટ્રીયકૃત માર્ગો અંગે સ્ટેજ કેરેજ પરમિટો ઓલ – ઇન્ડિયા ટુરિસ્ટ પરમિટ અને ગુડઝ કેરેજ માટે નેશનલ પરમિટ આપવા માટે ઉદાર યોજના
(એચ) જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા સોલાયટીયમ સ્કીમનો વહીવટ
(આઇ) કોઇ કસુરની જવાબદારી ના કિસ્સામાં વળતર વધારવા માટેની જોગવાઇ
(જે) વાહનના વગૅનો ધ્યાનમાં લીધા સિવાય મોટર અકસ્માતમાં ભોગ બનેલ વ્યકિતને ખરેખર જવાબદારીના પ્રમાણમાં વીમો ઉતરાવનારે વળતરની ચુકવણી કરવા માટેની જોગવાઇ.
(કે) ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન નોંધણી માટે રાજય રજિસ્ટર રાખવુ.
(એલ) રોડ સેફટી કાઉન્સિલની રચના.
અમુક ગુનાઓની બાબતમાં વધુ પ્રતિબંધક શિક્ષા માટે જોગવાઇ કરવા આ વિધેયકથી ધાર્યું છે.
૧૯૯૪ના સુધારા અધિનિયમના ઉદ્દેશો અને કારણો.
મોટર વાહન અધિનીયમ ૧૯૮૮ (૫૯મો ૧૯૮૮) મોટર વાહનને લગતો કાયદો એકત્રિત કરી સુધારવા બાબતનો હતો આ કાયદાને યથાવત રાખવા માટે વારંવાર સુધારવામાં આવ્યો છે તેમ છતા અનુભવે અને જરૂરિયાત મુજબ જ એવુ જણાય છે કે હવે આ કાયદો રોડ ટ્રાન્સપોટૅ ટેકનોલોજી તથા તેમા થયેલા ક્રાતિકારી ફેરફારો ઉતારૂઓની પધ્ધતિ અને ભાડા ચળવળ અને તેની રીત ભાતમાં થયેલો ફેરફાર દેશમાં રસ્તાઓનો વિકાસ અને ખાસ કરીને મોટર વાહન મેનેજમેન્ટમાં થયેલા અઘતન સુધારેલી ટેકનોલોજીના ઉપયોગને લીધે આ બાબતો ધ્યાનમાં લઇને તૈયાર કરવી જરૂરી છે. મોટરવાહન અધિનિયમ એકટ ૧૯૮૮ અમલમાં આવ્યા બાદ કેન્દ્ર સરકારે રાજય સરકારો ટ્રાન્સપોટૅ સતાઓ અને પ્રજાના અગ્રગણ્ય સમાજ સેવકો તરફથી તેમને જે અગવડોનો સમાનો કરવો પડયો છે તે માટે ઘણા સુચનો અને રજૂઆતો મળેલ છે. આથી એક રીવ્યુ સમિતિ માર્ચ ૧૯૯૦માં રચવામાં આવી. જે ૧૯૮૮ના અધિનિયમને તપાસમાં અને રીવ્યુ કરવા માટે હતી.
આ રીવ્યુ સમિતિની ભલામણોને રાજય સરકારો તરફ અભ્યાસ માટે મોકલવામાં આવી હતી અને તેઓઆ બધી જ ભલામણો માટે સંમત થયા હતા કેન્દ્ર સરકારે પણ આ રીવ્યુ કમિટિની બધી ભલામણોને મેળવીને અભ્યાસ કર્યો હતો અને આ રીપોટૅને ટ્રાન્સપોટૅ ઓપરેટસૅ અને પ્રજાના સેવકો સાથે ચર્ચા કરીને આ અધિનિયમમાં સુધાર વધારા કર્યું છે. આ અધિનિયમમાં જે દરખાસ્તો નવી મૂકવામાં આવી છે તેનો મુસદો રીવ્યુ કમિટિની ભલામણો અને પ્રજાની રજૂઆતોને ધ્યાનમાં લઇને ટ્રાન્સપોટૅ ડેવલપમેન્ટ કાઉન્સિલ સમક્ષ મુકવામાં આવી હતી. જેથી તેમનુ પણ દષ્ટિબિંદુ જાણી શકાય ટ્રાન્સપોટૅ ડેવલપમેન્ટ કાઉન્સિલે કરેલા સુચનો ઘણા જ મહત્વના છે જેમ કે -
(એ) નવા પ્રકારના વાહનોની ઓળખ કે જે વાણિજય અને વ્યકિતગત વાહનો હોય છે.
(બી) રોડ અકસ્માતમાં ભોગ બનનારાઓને યોગ્ય અને વાજબી વળતર લાંબી કાયૅવાહી કયૅ સિવાય આપવું.
(સી) ટ્રાન્સપોટૅ ક્ષેત્રમાં ગ્રાહકનુ હિત જાળવવુ.
(ડી) રોડ સલામતીના ધોરણો જાળવવા તથા ભયજનક અને સ્ફોટક પદાર્થોની હેરફેર તથા પ્રદુષણ નિયંત્રણ અંગે પગલા લેવા અંગે.
(ઇ) રાજય પરિવહન સતા મંડળને વધુ સતાઓની સોંપણી અને પોલીસ સતાવાળાઓનો આવી બાબતોમાં યોગ્ય સહકાર અંગે.
(એફ) રોડ ટ્રાન્સપોર્ટના ક્ષેત્રની નીતિમાં ઉદારીકરણ અને સરળ કાયૅવાહી
(જી) ટ્રાફિક ગુનેગારોને દંડમાં વધારો
આથી આ અધિનિયમમાં નીચે મુજબની પશ્ચાત ભૂમિકામાં તૈયાર કરવામાં આવ્યો છે.
આ અધિનિયમમાં જોગવાઇઓ એવી છે કે –
(એ) નવા પ્રકારના વાહનોની વ્યાખ્યામાં ફેરફાર
(બી) ડ્રાઇવીંગ લાયસન્સ આપવા અંગે ઉદારીકરણની કાયૅવાહી
(સી) વાહનોમાં ફેરફાર કરવા અંગે નિયંત્રણ મૂકવા અંગે
(ડી) કેટલાક વાહનોને પ્રદૂષણ મુકત બળતણથી ચલાવવા મુકિત આપવા અંગે
(ઇ) બેનામી પછી તે વ્યકિતગત હોય કે કંપની હોય તેવા બેનામી વ્યવહારો ઉપર નિયંત્રણ મુકવા
(એફ) રાજય સતાવાળાઓને એક અથવા એકથી વધુ સ્ટેટ ટ્રાન્સપોટૅ એપેલેટ ટ્રિબ્યુનલ નીમવા અંગે
(જી) ઉત્પદકોએ નિયત કરેલા નમૂનમાં ઉત્પાદન કરેલ છે કે નહી તે માટે કડક નિયંત્રણ કરવુ તથા સ્ટોકીસ્ટ અને વિક્રેતા ઉપર આવુ નિયંત્રણ રાખવુ.
(એચ) હીટ અને રન ના કિસ્સામાં ભોગ બનેલાઓને વધુ વળતર આપવા અંગે.
(જે) કેટલાક ગંભીર ગુનાઓમા સજા અંગે
(કે) રોડ અકસ્માતમાં ભોગ બનનારાઓ માટે ચોકકસ ફોર્મ્યુલાથી વળતર આપવા અંગે કે જે ઉમર આવક બેમાંથી જે યોગ્ય અને વાજબી હોય. કાયદા પંચે તેના રીપોટૅ નં.૧૧૯માં ભલામણ કરી છે વળતરના દરેક અરજદારે જે વિસ્તારમાં અકસ્માત થયો હોય તે વિસ્તારની કલેઇમ ટ્રિબ્યુનલ સમક્ષ અથવા તો અરજદાર જયાં રહેતો હોય તે વિસ્તારની કલેઇમ ટ્રિબ્યુનલ સમક્ષ અથવા તો તે જયાં ધંધો કરતો હોય અથવા તો સામાવાળા જયાં રહેતો હોય ત્યાંની કલેઇમ ટ્રિબ્યુનલ સમક્ષ કલેમેન્ટની ઇચ્છા મુજબ તે હકુમતમાં વળતર અરજી થઇ શકશે આ ખરડામાં ભલામણોને અમલમાં મુકવા માટે જરૂરી જોગવાઇ કરેલ છે. ઉપરોકત હેતુઓ માટે આ બિલ લાવવામાં આવેલ છે.
Copyright©2023 - HelpLaw