વ્યાખ્યા - કલમ:૨

 વ્યાખ્યા

આ અધિનિયમમાં અન્યથા સંદભૅમાં ફરમાવ્યુ હોય તે સિવાયઃ

(૧) સુધારેલું વાહન એટલે- (૧) વિશેષ રીતે ડિઝાઇન એટલે ખેત વાહન જેને અથવા ઉત્પાદિત કરવામાં આવેલ હોય અથવા જેમા શારીરિક ખામી અથવા અપંગ વ્યકિતના ઉપયોગ માટે તેમા કલમ ૫૨ની પેટા કલમ (૨) હેઠળ ફેરફાર કરવામાં આવેલ હોય અને તેનો ઉપયોગ આવી અપંગ વ્યકિતઓ દ્રારા જ અથવા તેમના માટે જ કરવામાં આવતો હોય (૧-એ) ઇન્ટરનેટથી બુકીંગનુ કામ કરનારઃ એટલે એવી ડિઝિટલ મધ્યસ્થી અથવા બજાર સ્થળ જેનાથી મુસાફરો પરિવહન માટે ડ્રાઇવર સાથે સંપકૅ કરી શકે. (૧-બી) વિસ્તારઃ- (ક્ષેત્ર) આ અધિનિયમની કોઇ જોગવાઇઓના સંબંધમાં એવો વિસ્તાર જેવો કે રાજય સરકાર તે જોગવાઇની આવશ્યકતાને ધ્યાને રાખીને સરકારી ગેઝેટસમાં જાહેરનામું બહાર પાડીને સૂચિત કરે તે

((નોંધઃ- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ -૨ ની પેટા કલમ (૧) (૧-એ) (૧-બી) નવેસરથી મૂકેલ છે અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))

(૨) "ટ્રેઇલરવાળુ" વાહન એટલે જે મોટર વાહનને સેમી ટ્રેલર જોડેલુ હોય તે મોટર વાહન

(૩) "ધરીનુ વજન' એટલે કોઇ વાહનની ધરી સબંધમાં જમીનની જે સપાટી ઉપર વાહન ઉભુ હોય તે સપાટી ઉપર ધરીને લગાડેલ જુદા જુદા પૈડાઓથી પડતુ કુલ વજન

(૪) "નોંધણીનુ પ્રમાણપત્ર" એટલે પ્રકરણ-૪ની જોગવાઇઓ પ્રમાણે કોઇ મોટરવાહન યોગ્ય રીતે નોંધાયેલુ છે એવી મતલબનુ સતા ધરાવતા અધિકારીએ આપેલુ પ્રમાણપત્ર (૪-એ) સામુદાયિક સેવાઃ- એટલે આ અધિનિયમ હેઠળ કરેલા કોઇ ગુનાની શિક્ષા માટે કોઇ વ્યકિતએ કરવાનું થતું હોય તેવું કોઇ વેતન વગર કાયૅ

((નોંધઃ- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ-૨ ની પેટા કલમ (૪) પછી (૪-એ) નવેસરથી ઉમેરવામાં આવેલ છે અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))

(૫) સ્ટેટ કેરેજ સબંધમાં "કન્ડકટર" એટલે સ્ટેજ કેરેજમાં ઉતારૂઓ પાસેથી ભાડા વસુલ કરનાર તેમના સ્ટેજ કેરેજમાં ચઢાવા કે ઉતરવાનુ નિયમન કરનાર અને ઠરાવવામાં આવે તેવા બીજા કાયૅ । કરનારા વ્યકિત.

(૬) કન્ડકટરનુ લાયસન્સ એ શબ્દના અથૅમાં પ્રકરણ ૩ અનવ્યે નિદૅીષ્ટ કરાયેલ સતા અધિકારી વ્યકિત દ્રારા કન્ડકટર તરીકે કામ કરવા માટે આપવામાં આવેલ લાયસન્સ. (૭) "કોન્ટ્રેકટ કેરેજ' એટલે ભાડે અથવા બદલો લઇને ઉતારૂ અથવા ઉતારૂઓ લઇ જતુ મોટરવાહન અને તેમા જણાવેલ ઉતારૂઓ લઇ જવા માટે સમગ્રપણે અથવા વાહનના ઉપયોગ માટે અને આવા વાહનના સબંધમાં પરમીટ ધરાવનાર સામે કોઇ વ્યકિતએ અથવા આ અથૅ તેણે અધિકાર આપેલ કોઇપણ વ્યકિતએ ઠરાવેલા કે કબૂલેલા દર કે રકમથી સ્પષ્ટ કે ગભિત કરાર હેઠળ – (એ) કોઇ રૂટ કે અંતર સબંધમાં હોય કે ન હોય તેવા સમયના ધોરણે અથવા

(બી) એક જગ્યાએથી બીજી જગ્યાએ

અને બે પૈકી કોઇપણ કિસ્સામાં રસ્તામાં કયાંય પણ ઉતારૂઓને લેવા કે ઉતારવા માટે રોકાયા વિના ભાડેથી કે બદલા માટે ઉતારૂઓને લઇ જતુ મોટરવાહન અને તેમા – (ક) મેકસી કેબ અને

(ખ) ઉતારૂઓ પાસેથી અલગ અલગ ભાડુ લેતી હોય તે છતા મોટર – કેબનો સમાવેશ થતો નથી.

(૮) "વેપારી" માં જે વ્યકિત

(એ) રદ કરેલ છે.

(બી) ચેસીસ સાથે જોડવા માટે બોડી બાંધવામાં અથવા

(સી) મોટર વાહનના રીપેરમાં અથવા

(ડી) મોટર વાહન સાન – ગીરે પટ્ટે અથવાભાડા ખરીદના ધંધામાં રોકાયેલ હોય તે વ્યકિત

(૯) "ડ્રાઇવર' એ શબ્દમાં બીજા મોટર વાહન દ્રારા ખેંચવામાં આવે તેવા મોટર વાહનના સબંધમાં વાહન ખેંચવાના સ્ટીઅરમેન તરીકે કામ કરતી હોય તેવી વ્યકિતનો સમાવેશ થાય છે. (૯-એ) ડ્રાઇવર રીફ્રેસર ટ્રેનીંગ કોષઃ- એટલે કલમ ૧૯ની પેટા કલમ (૨-એ) માં સંદર્ભે કરવામાં આવેલો કોષૅ

((નોંધઃ- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ -૨ ની પેટા કલમ (૯) પછી (૯-એ) નવેસરથી ઉમેરવામાં આવેલ છે અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))

(૧૦) "ડ્રાઇવીંગ લાઇસન્સ" એટલે તેમા નિર્દીષ્ટ વ્યકિતને સતા ધરાવતા અધિકારી પ્રકરણ -૨ મુજબ કાઢી આપેલુ મોટર વાહન અથવા કોઇ નિર્દિષ્ટ વગૅ કે વિગતનુ કોઇ મોટર વાહન શિખાઉ તરીકે હોય તે સિવાય ચલાવવા માટે અધિકાર આપતું લાઇસન્સ

(૧૧) "શૈક્ષણિક સંસ્થા – બસ" એટલે કોલેજ શાળા અથવા બીજી શૈક્ષણિક સંસ્થાની માલિકીની અને માત્ર કોઇપણ પ્રવૃતિ સામે સંડોવાયેલ શૈક્ષણિક સ્ટાફના વિધાર્થીઓને અથવા સ્ટાફ લાવવા લઇ જવાના હેતુ માટે જ વાપરેલ હોય તેવી ઓમની બસ

(૧૨) "દર" માં સીઝન ટિકિટ અથવા કોન્ટ્રેકટ કેરેજના ભાડા માટે આપવાની રકમોનો સમાવેશ થાય છે.

(૧૨-એ) સોનેરી કલાકઃ- એટલે એવો સમયગાળો જે થયેલી ઘાતક ઇજા પછીના એક કલાકનો સમયગાળો જેમા તબીબી સારવાર ઉપલબ્ધ કરાવીને મૃત્યુ નિવારી શકવા માટે ની સવૅાચ્ચ સભાંવના કરેલી હોય તે ((નોંધઃ- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ-૨ ની પેટા કલમ(૧૨) પછી (૧૨-એ) નવેસરથી ઉમેરવામાં આવેલ છે અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))

(૧૩) “માલ” માં પશુધનનો અને વાહન મારફત લઇ જવાતી જીવંત વ્યકિતઓ સિવાયની (વાહન સાથે સામાન્ય રીતે વાપરવામાં આવતા સાધન સિવાયની) તમામ ચીજોનો સમાવેશ થાય છે પરંતુ મોટર વાહનમાં અથવા મોટર વાહનને જોડેલા ટ્રેઇલરમાં લઇ જવાતા સામાન અથવા અંગત સરસામાનનો અથવા વાહનમાં મુસાફરી કરતા ઉતારૂઓના અંગત સામાનનો તેમા સમાવેશ થતો નથી.

(૧૪) "માલ – વાહન" એટલે માલ લઇ જવા – લાવવાના ઉપયોગ માટે બનાવેલ કે અનુકુળ કરેલ ન હોય તેવુ ફકત માલ લઇ જવા લાવવા માટે ઉપયોગમાં લેવાતુ મોટર વાહન. (૧૫) “એકંદર વાહનનુ વજન” એટલે કોઇપણ વાહનના સબંધમાં કોઇપણ વાહનનુ કુલ વજન અને તે વાહન માટે પરવાનગીપાત્ર હોય તેવા રજીસ્ટર કરનાર અધિકારીએ પ્રમાણિત કરેલ અને રજિસ્ટર કરેલ ભાર

(૧૬) “ભારે મોટર વાહન” એટલે જે હેરફેર વાહનનુ એકંદર વાહન વજન અથવા ટ્રેકટર અથવા રોડ – રોલરનુ બેમાંથી કોઇનુ ભાર વગરનુ વજન ૧૨૦૦૦ કિલોગ્રામ કરતા વધુ હોય તેવુ કોઇપણ માલ વાહન કે ટ્રેકટર કે રોડરોલર

(૧૭) "ભારે ઉતારૂ મોટર વાહન’’ એટલે જેનુ એકંદર વાહન વજન અથવા ભાર વગૅ વગરની મોટરકાર કે જેનુ૧૨૦૦૦ કિલોગ્રામ કરતા વધુ વજન હોય તેવા કોઇપણ જાહેર એવા વાહન અથવા ખાનગી એવા વાહન અથવા શૈક્ષણિક સંસ્થા બસ અથવા ઓમ્ની બસ અથવા મોટર વાહન,

(૧૮) રદ કરવામાં આવેલ છે.

((નોંધઃ- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ-૨ ની પેટા કલમ (૧૮) રદ કરેલ છે અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))

(૧૯) "શિખાઉ વ્યકિતનું લાઇસન્સ’ એટલે તેમા નિર્દિષ્ટ કરેલ વ્યકિતને સતા ધરાવતા અધિકારીએ પ્રકરણ -૨ હેઠળ કાઢી આપેલ મોટર વાહન અથવા કોઇ નિર્દિષ્ટ વગૅ કે વિગતનુ કોઇ મોટર વાહન શિખાઉ તરીકે ચલાવવા માટે અધિકાર આપતુ લાઇસન્સ

(૨૦) "લાઇસન્સ અધિકારી” એટલે પ્રકરણ – ૨ અથવા પ્રસંગ પ્રમાણે પ્રકરણ – ૩ હેઠળ લાઇસન્સ કાઢી આપવા માટે અધિકાર ધરાવતા સતાઅધીકારી

(૨૧) "હળવુમોટર વાહન” એટલે જે હેરફેરના વાહન કે બસનુ એકંદર વાહન વજન અથવા જે મોટરકાર કે ટ્રેકટરનુ અથવા રોડરોલરનુ ભાર વગરનુ વન ૭૫૦૦ કિલોગ્રામથી વધુ ન હોય તે હેરફેરનુ વાહન કે બસ અથવા મોટરકાર કે ટ્રેકટર કે રોડરોલર

(૨૧-એ) "ઉત્પાદક" એટલે એ વ્યકિત કે જે મોટર વાહનો ઉત્પાદન સાથે સંકળાયેલ હોય

(૨૨) "મેક્ષી કેબ” એટલે ડ્રાઇવર સિવાય છ ઉતારૂઓ કરતા વધુ પણ બાર ઉતારૂઓ કરતા વધુ ન હોય તેવી વ્યકિતઓને ભાડે અથવા બદલાથી લઇ જવા માટે બનાવેલ અથવા અનુકુળ કરેલ કોઇપણ મોટર વાહન (૨૩) "મધ્યમસરનુ માલ વાહન' એટલે હળવા મોટર વાહન અથવા ભારે માલ વાહન સિવાય કોઇપણ માલ વાહન

(૨૪) "મધ્યમસરનુ ઉતારૂ મોટર વાહન” એટલે મોટર સાઇકલ અપંગ માટેની ગાડી હળવુ મોટર વાહન અથવા ભારે ઉતારૂ મોટર વાહન સિવાય કોઇપણ જાહેર સેવા વાહન અથવા ખાનગી સેવા વાહન અથવા

(૨૫) "મોટર કેબ" એટલે ભાડા કે બદલા માટે ડ્રાઇવર સિવાય વધુમાં વધુ છ ઉતારૂઓને લઇ જવા આવવા માટે બનાવવામાં આવેલુ અથવા અનુકુળ કરેલુ મોટર વાહન

(૨૬) “મોટરકાર” એટલે હેરફેરના વાહન બસ રોડ રોલર ટ્રેકટર મોટર સાઇકલ કે અપંગ માટેની ગાડી સિવાયનુ કોઇ મોટર વાહન

(૨૭) "મોટર સાઇકલ' એટલે પૈડાવાળી અલગ પાડી શકાય તેવી કોઇ સાઇડકાર સહિતનુ જે બે પૈડાવાળુ મોટર વાહન

(૨૮) "મોટર વાહન અથવા વાહન” એટલે બહારના કે અંદરના સાધનથી ચાલક શકિત આપવામાં આવતી હોય તેવુ રસ્તા ઉપર ઉપયોગ માટે અનુકુળ કરેલુ યાંત્રિક શકિતથી ચલાવાતુ કોઇ વાહન અને તેમા બોડી લગાડયા વગરની ચેસિસનો અને ટ્રેઇલરનો સમાવેશ થાય છે પરંતુ તેમા જડેલા પાટા ઉપર ચલાવાતા અથવા ફકત કારખાનામાં કે કોઇ બીજી વાડબંધ જગામાં વાપરવા માટે અનુકુળ કરેલા કોઇ ખાસ પ્રકારના વાહનનો સમાવેશ થતો નથી. અથવા (પચ્ચીસ કયુબિક સેન્ટીમીટર કરતા વધુ ન હોય તેવી શકિતવાળા એન્જિન સાથે જોડેલ ચાર કરતા ઓછા વીલવાળુ વાહન (૨૯) "બસ" એટલે ડ્રાઇવર સિવાય છ થી વધારે વ્યકિતઓને લઇ જવા માટે બનાવેલુ કે અનુકુળ કરેલુ કોઇ મોટર વાહન

(૩૦) "માલિક" એટલે જેના નામે મોટર વાહન રજિસ્ટર થયેલ હોય અને આવી વ્યકિત સગીર હોય ત્યારે તે સગીરનો વાલી અને જે મોટર વાહન સબંધમાં ભાડા ખરીદ કબૂલાત અથવા પટ્ટા કબૂલાત અથવા સાનગીરો કબૂલાત કરવામાં આવી હોય તે મોટર વાહન સબંધમાં તે કબૂલાતની રૂએ તે વાહનનો કબ્જો ધરાવનાર વ્યકિત

(૩૧) “પરમીટ" એટલે હેરફેરના વાહન તરીકે મોટર વાહન વાપરવાનો અધિકાર આપતુ રાજય અથવા પ્રાદેશિક વાહન વ્યવહાર સતાધિકારીએ અથવા આ અધિનિયમ હેઠળ તેના વતી ઠરાયેલ સતાધિકારીએ કાઢી આપેલ પરમીટ

(૩૨) “ઠરાવેલુ” એટલે આ અધિનિયમ હેઠળ કરેલા નિયમોથી ઠરાવેલુ

(૩૩) "ખાનગી સેવા વાહન’’ એટલે ભાડાથી અથવા બદલા માટે હોય તે સિવાય પોતાના ધંધા માટે અથવા તેના સબંધમાં વ્યકિતઓ લઇ જવા લાવવાના હેતુ માટે ડ્રાઇવર સિવાય છ કરતા વધુ વ્યકિતઓને લાવવા લઇ જવા માટે બનાવેલ અથવા અનુકુળ કરેલ અને સામાન્ય રીતે અથવા વાહનના માહિકો અથવા તેના વતી ઉપયોગ કરેલ મોટર વાહન

(૩૪) “જાહેર જગા” એટલે જેના ઉપરથી લોકોને જવા આવવાનો હક હોય તેવો રાહદારીનો હોય કે ન હોય તેવો રસ્તો શેરી માગૅ કે બીજી જગા અને તેમા જયાં સ્ટેજ કેરેજ ઉતારૂઓને લે કે ઉતારે એવી કોઇ જગા કે સ્ટેન્ડનો સમાવેશ થાય છે.

(૩૫) "જાહેર સેવા વાહન’’ એટલે ભાડેથી કે બદલો લઇને ઉતાળુઓને લઇ જવા લાવવા માટે વાપરવામાં આવતુ કે વાપરવા માટે અનુકુળ કરેલુ કોઇ મોટર વાહન અને તેમા મેક્ષીકેબ મોટર ટેકસી કોન્ટ્રેકટ કેરેજ અને સ્ટેજ કેરેજનો સમાવેશ થાય છે.

(૩૬) કોઇ વાહનની ધરીના સબંધમાં "નોંધેલુ ધરીનુ વજન’’ એટલે તે ધરી માટે મંજુર કરેલા વજન તરીકે નોંધણી અધિકારીએ પ્રમાણિત કરેલુ અને નોંધેલુ ધરીનુ વજન

(૩૭) "નોંધણી અધિકારી” એટલે પ્રકરણ – ૪ હેઠળ મોટર વાહનોની નોંધણી કરવાનો અધીકાર ધરાવતા અધિકારી

(૩૮) "રૂટ' એટલે મોટર વાહન એક ટમિનસ અને બીજા ટમિનસ વચ્ચે જયાંથી પસાર થઇ શકે તે રાજમાગૅ દશૅ વતી મુસાફરી રેખા

(૩૮-એ) સ્કીમઃ- (યોજના) એટલે આ અધિનિયમ હેઠળ ઘડવામાં આવેલી સ્કીમ (યોજના)

((નોંધઃ- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ -૨ ની પેટા કલમ (૩૮) પછી (૩૮-એ) નવેસરથી ઉમેરવામાં આવેલ છે અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))

(૩૯) "સેમી – ટ્રેલર' એટલે યાંત્રિક ઢબે ચલાવાનુ હોય (ટ્રેઇલર સિવાય) તેવુ વાહન કે જેનો ઇરાદો મોટર વાહન સાથે જોડાણનો હોય તથા તે એવી રીતે જોડાયેલ હોય કે તેનો ભાગ તે ઉપર સુપર ઇમ્પોઝ થયેલ હોવો જોઇએ તથા તેનુ વજન તે મોટર વાહ દ્રારા વહન થતુ હોય

(૪૦) "સ્ટેજ કેરેજ' એટલે પૂરી કે કોઇ તબકકા પુરતી મુસાફરી માટે વ્યકિતગત ઉતારૂો પાસેથી કે તેમના અંગે અલગ અલગ ભાડુ કે બદલો લઇ ડ્રાઇવર ઉપરાંત ૬ કરતા વધારે ઉતારૂઓને લઇ જતુ અથવા લઇ જવા અનુકુળ કરેલુ મોટર વાહન.

(૪૧) સંઘ પ્રદેશ સબંધમાં "રાજય સરકાર" એટલે બંધારણના આર્ટિકલ ૨૩૯ હેઠળ નીમેલ તેના વહીવટકતૅ .

(૪૨) "રાજય વાહન વ્યવહાર અન્ડરટેકિંગ" એટલે માર્ગે વાહન વ્યવહાર સેવા આપતુ કોઇપણ અન્ડરટેકિંગ

(૧) કેન્દ્ર સરકાર અથવા રાજય સરકાર

(૨) માર્ગ વાહન વ્યવહાર કોર્પોરેશન એકટ ૧૯૫૦ની કલમ ૩ હેઠળ સ્થપાયેલ કોઇપણ માર્ગ વાહન વ્યવહાર કોર્પોરેશન

(૩) કેન્દ્ર સરકાર અથવા એક કે વધુ રાજય સરકાર અથવા કેન્દ્ર સરકાર અને એક કે વધુ રાજય સરકારની માહિકીની અથવા તેના નિયંત્રણ હેઠળની કોઇપણ મ્યુનિસિપાલિટી અથવા કોઇપણ કોર્પોરેશન અથવા કંપની

(૪) જિલ્લા પરીષદ અગર તો તેવી જ અન્ય સ્થાનિક સતા દ્રારા ચલાવવામાં આવે ત્યારે આવુ અન્ડરટેકિંગ.

સ્પષ્ટીકરણઃ- આ ખંડના હેતુઓ માટે માર્ગ વાહન વ્યવહાર સેવા એટલે ભાડે અથવા બદલા માગૅ દ્રારા ઉતારૂઓ અથવા માલ લાવવા લઇ જવા માટેની મોટર વાહનની સેવા (૪૨-એ) પરીક્ષણ એજન્સીઃ- એટલે કલમ ૧૧બી હેઠળ પરીક્ષક એજન્સી તરીકે નામ નિયુકત કરાવેલ કોઇ એકમ ((નોંધઃ- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ -૨ ની પેટા કલમ (૪૨) પછી (૪૨-એ) નવેસરથી ઉમેરવામાં આવેલ છે અમલ તા-૦૯/૦૮/૨૦૧૯)) (૪૩) “પ્રવાસી’ વાહન એટલે આ માટે નિર્દિષ્ટ કરે તેવી વિગત પ્રમાણે બનાવેલુ અથવા અનુકુળ કરેલુ અને સાધન સજજ કરેલુ અને રાખેલુ કોન્ટ્રેકટ કેરેજ (૪૪) "ટ્રેકટર' એટલે (ચાલક સાધનો સિવાયનો) પોતાથી કોઇ ભાર ખેંચવા માટે ખાસ બનાવ્યુ હોય તેવુ મોટર વાહન પરંતુ તેમા રોડ રોલરનો સમાવેશ થતો નથી.

(૪૫) "ટ્રાફીક નિશાનીઓ' માં મોટર વાહનોના ડ્રાઇવરોની જાણ માગૅદશૅન કે સુચના માટેની તમામ નિશાનીઓ ચેતવણી સુચક સંકેત સ્તંભો દિશાસુચક સ્તંભો કે બીજા સાધનોનો સમાવેશ થાય છે.

(૪૬) "ટ્રેઇલર” એટલે મોટર વાહનથી ખેચવામાં આવતુ અથવા ખેચવા માટે યોજેલુ સેમી ટ્રેઇલર અને સાઇડકાર સિવાયનુ કોઇ વાહન

(૪૭)" હેરફેરનુ વાહન” એટલે જાહેર સેવા વાહન માલ વાહન શૈક્ષણિક સંસ્થા બસ અથવા ખાનગી સેવા વાહન.

(૪૮) "ભાર વગરનુ વજન’ એટલે ટ્રેલર ચલાવવામાં આવે ત્યારના સામાન્ય રીતે વાપરવામાં આવતા તમામ સરંજામ સહિતનુ વાહન કે ટ્રેઇલરનુ ડ્રાઇવર કે મદદનીશના વજન સિવાયનુ વજન અને જયારે બદલી શકાય તેવા ભાગો કે બોડીનો ઉપયોગ કરવામાં આવતો હોય ત્યારે વાહનનુ ભાર વગરનુ વજન એટલે બદલી શકાય એવા સૌથી વજનદાર ભાગ કે બોડી સાથેનુ વાહનનુ વજન (૪૯) "વજન" એટલે વાહન ઉભુ હોય તે જમીનની સપાટી ઉપર તે વખતે વાહનમાં પૈડાથી પડતુ કુલ વજન