મોટર વાહનો ચલાવવાની બાબતમાં વય મર્યાદા - કલમ:૪

મોટર વાહનો ચલાવવાની બાબતમાં વય મર્યાદા

(૧) અઢાર વષૅથી ઓછી વયની વ્યકિત કોઇપણ જાહેર જગામાં મોટર વાહન ચલાવી શકશે નહિ પરંતુ સોળ વષૅની ઉમર થયા પછી કોઇપણ વ્યકિત (૫૦ સી.સી એન્જિનની કેપેસીટી કરતા વધુ ન હોય તેવી) મોટર સાઇકલ જાહેર જગ્યામાં ચલાવી શકશે

(૨) કલમ ૧૮ની જોગવાઇઓને આધીન રહીને વીસ વષૅથી નીચેની વયની કોઇ વ્યકિત કોઇ જાહેર જગામાં હેરફેરનુ વાહન ચલાવી શકશે નહિ. (૩) આ કલમ હેઠળ કોઇ વ્યકિત જે વગૅનુ વાહન ચલાવવા માટે અરજી કરી હોય તે વગૅનુ વાહન ચલાવવા માટે યોગ્ય હોય તે સિવાય તે વગૅનુ વાહન ચલાવવા માટે કોઇપણ વ્યકિતને કોઇપણ શિખાઉ લાઇસન્સ અથવા ચલાવવાનુ લાઇસન્સ કાઢી આપી શકાશે નહિ.

આ કલમથી એવી જોગવાઇ કરી છે કે જે વ્યકિતને ૧૬ વષૅ પુરા થઇ ગયા હોય તે ગીયર વગરની સાઇકલ ચલાવી શકશે હેરફેરના વાહન સિવાયના મોટર વાહન ચલાવવા માટે વ્યકિતએ અઢાર વષૅ પુરા કમૅ હોવા જોઇશે અને હેરફેરનુ વાહન ચલાવવા માટે વીસ વર્ષ પુરા કર્યું । હોવા જોઇશે