ડ્રાઇવીંગ લાઇસન્સો ધરાવવા ઉપર પ્રતિબંધ - કલમ:૬

ડ્રાઇવીંગ લાઇસન્સો ધરાવવા ઉપર પ્રતિબંધ

(૧) કોઇ વ્યકિત તે સમયે અમલમાં હોય તેવુ ડ્રાઇવીંગ લાઇસન્સ ધરાવતી હોય ત્યારે કલમ ૧૮ની જોગવાઇઓ મુજબના શિખાઉનુ લાઇસન્સ અથવા ડ્રાઇવીંગ લાઇસન્સ અથવા કલમ ૧૩૯ હેઠળ કરેલા નિયમો મુજબના તેમા નિર્દિષ્ટ વ્યકિતને મોટર વાહન ચલાવવા માટે અધિકાર આપતા દસ્તાવેજ સિવાયનુ બીજુ કોઇ ડ્રાઇવીંગ લાઇસન્સ ધરાવી શકશે નહિ.

(૨) ડ્રાઇવીંગ લાઇસન્સ અથવા શિખાઉ લાઇસન્સ ધરાવનારને તે લાઇસન્સ અન્ય કોઇ વ્યકિતને વાપરવા દઇ શકશે નહિ (૩) ડ્રાઇવીંગ લાઇસન્સથી તે ધરાવનારને તે લાઇસન્સથી જે વાહન ચલાવવાનો અધિકાર આપ્યો હોય તે વાહનોના વગોમાં ઉમેરો કરવાના કમલ ૯ની પેટા કલમ (૧)માં જણાવેલી હકુમત ધરાવતા લાઇસન્સ અધિકારીના અધિકારને આ કલમના કોઇપણ મજકુરથી બાધ આવશે નહિ.