શિખાઉ લાઇસન્સ આપવા બાબત
(૧) કલમ ૪ મુજબ મોટર વાહન ચલાવવા માટે ગેરલાયક ન હોય અને તે સમયે ડ્રાઇવીંગ લાઇસન્સ ધરાવવા કે મેળવવાને ગેરલાયક ઠરેલ ન હોય તે વ્યકિત કલમ-૭ની જોગવાઇઓને આધીન રહીને નીચેના વિસ્તારમાં હકુમત ધરાવતા લાઇસન્સ અધિકારીને પોતાને શિખાઉ લાઇસન્સ કાઢી આપવ અરજી કરી શકશે (ક) પોતાની રોજીંદી રહેણાક કે રોજીંદા ધંધાનો વિસ્તાર અથવા
(ખ) મોટર વાહન ચલાવવાની તાલીમ મેળવવાનો ઇરાદો રાખતો હોય તેવી કલમ ૧૨માં ઉલ્લેખ શાળા કે સંસ્થા જયો આવેલ હોય તે વિસ્તાર અથવા (૨) પેટા કલમ (૧) હેઠળની દરેક અરજી કેન્દ્ર સરકાર ઠરાવે તેવા નમુના મુજબની હોવી જોઇએ અને તેવા દસ્તાવેજો અને તેવી ફી તેની સાથે જોડેલી હોવી જોઇએ
(૩) પેટા કલમ (૧) હેઠળની દરેક અરજી સાથે કેન્દ્ર સરકાર ઠરાવે તેવા નમુનામાં તબીબી પ્રમાણપત્ર જોડેલુ હોવુ જોઇશે અને રાજય સરકાર અથવા રાજય સરકાર આ અર્થે અધિકૃત કરે તેવી વ્યકિત આ હેતુ માટે સરકારી ગેઝેટમાં જાહેરનામુ પ્રસિધ્ધ કરીને નકકી કરે તેવા
નોંધાયેલા તબીબી વ્યવસાયીએ તબીબી પ્રમાણપત્રમાં સહી કરી હોવી જોઇશે
પરંતુ એવી જોગવાઇ કરવામાં આવે છે કે હેરફેરના વાહન સિવાયના અન્ય મોટર વાહન ચલાવવા માટે આવા ડોકટરી પ્રમાણપત્રની જરૂરિયાત રહેશે નહિ.
(૪) પેટા કલમ ૩માં ઉલ્લેખેલી અરજી અથવા તબીબી પ્રમાણપત્ર ઉપરથી એવુ જણાય કે અરજદાર જેના માટે શિખાઉ લાઇસન્સ
દ્વારા અધિકૃત કરવામાં આવે તેવા વગૅનુ મોટર વાહન ચલાવવાનુ લોકો માટે અથવા ઉતારૂઓ માટે જોખમ ઊભુ થવાનો સંભવ હોય તેવો
કોઇ રોગ અથવા અકતાથી પીડાય છે તો લાઇસન્સ અધિકારી શિખાઉ લાઇસન્સ કાઢી આપવાની ના પાડી શકરો
(૫) કેન્દ્ર સરકાર ઠરાવે તેવી લાયકાતની પરીક્ષા લાઇસન્સ અધિકારીની ખાતરી માટે પાસ ન કરે તો કોઇપણ અરજદારને શિખાઉ લાઇસન્સ કાઢી આપવામાં આવશે નહિ.
(૬) યોગ્ય લાઇસન્સ અધિકારીને અરજી કરવામાં આવી હોય અને અરજદારે પેટા કલમ (૩) હેઠળ તેવા અધિકારીને પોતાની શારીરિક યોગ્યતા બાબત અને પેટા કલમ (૫)માં ઉલ્લેખેલ વાહન ચલાવવાની લાયકાત બાબત ખાતરી કરાવી હોય ત્યારે અરજદાર મોટર વાહન ચલાવવા માટે કલમ ૪ મુજબ ગેરલાયક હોય અથવા તે સમયે મોટર વાહન ચલાવવા માટેનુ લાઇસન્સ ધરાવવા કે મેળવવા માટે તે ગેરલાયક હોય તે સિવાય લાઇસન્સ અધિકારીએ કલમ-૩ની જોગવાઇઓને આધીન રહીને અરજદારને શિખાઉ લાઇસન્સ આપવુ જોઇએ પરંતુ લાઇસન્સ અધિકારીને ખાતરી થાય કે યોગ્ય લાઇસન્સ અધિકારીને અરજી ન કરી શકવા માટે અરજદારને સબળ કારણ છે તો પોતે યોગ્ય લાઇસન્સ અધિકારી ન હોય તે છતા લાઇસન્સ અધિકારી મોટર સાઇકલ કે હળવુ મોટર વાહન ચલાવવા માટેનુ શિખાઉ લાઇસન્સ આપી શકશે વધુમાં જોગવાઇ કરવામાં આવે છે કે કેન્દ્ર સરકારે નિર્દિષ્ટ કરેલુ હોય તેવા ઇલેકટ્રોનિક નમૂનામાં અને તેવી રીતે લાયસન્સીંગ સતા અધિકારી શિખાા લાયસન્સ આપશે. જોગવાઇ કરવામાં આવી છે કે લાયસન્સીંગ અધિકારી લાયસન્સ ઇસ્યુ કરતા પહેલા અરજદારની ઓળખ કેન્દ્ર સરકાર દ્વારા જારી કરેલ રીતે તેની સત્યતા જણાવવાની રહેશે.
(૭) કેન્દ્ર સરકારને એવી ખાતરી થાય કે તેમ કરવું જરૂરી અને ઇષ્ટ છે તો આ અર્થે કરેલા નિયમો દ્રારા સામાન્ય રીતે સંપુર્ણપણે અથવા નિયમોમાં નિર્દિષ્ટ કરવામાં આવે તેવી શરતોને આધીન રહીને પેટા કલમ (૩) અથવા પેટા કલમ (૫) અથવા બન્નેની જોગવાઇઓમાંથી વ્યકિતઓના કોઇપણ વર્ગને મુકિત આપી શકશે
(૮) આ અધિનિયમ અમલમાં આવવાની તરત પહેલા મોટર સાઇકલ ચલાવવાનુ કોઇ શિખાઉ લાઇસન્સ અથવા આરામ પછી ગીયરવાળી કે ગીયર વગરની મોટર સાઇકલ ચલાવવા માટે અમલમાં છે એમ ગણાશે (( સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ ક્લમ-૮ની પેટા-કલમ ૬માં જોગવાઇ ઉમેરવામાં આવેલ છે અમલ તા-૦૯/૦૮/૨૦૧૯)
Copyright©2023 - HelpLaw