વાહન ચલાવવા માટેના લાઇસન્સનો નુમનો અને વિગતો
(૧) કલમ ૧૮ હેઠળ આપેલા ડ્રાઇવીં લાઇસન્સ સિવાયનુ દરેક શિખાઉ લાઇસન્સ અને ડ્રાઇવીંગ લાઇસન્સ કેન્દ્ર સરકાર ઠરાવે તેવા નમુના મુજબ હોવુ જોઇશે અને તેમ તેવી વિગતો હોવી જોઇએ (૨) શિખાઉનુ લાઇસન્સ અથવા પ્રસંગ પ્રમાણે ડ્રાઇવીંગ લાઇસન્સ નીચે જણાવેલા વષૅમાંના કોઇ એક અથવા તેથી વધુ વગૅના મોટર વાહન ચલાવવાનો લાઇસન્સ શીખનારને હક મળતો હોય તેવી હકીકતો વ્યકત કરવી જોઇશે
(એ) મોટર સાઇકલ ગીયર વગરની
(બી) મોટર સાઇકલ ગીયર વાળી
(સી) અપંગ માટેની ગાડી
(ડી) હળવુ મોટર વાહન
(ઇ) માલવાહક વાહન (ટ્રાન્સપોટૅ વાહન) (એફ) મધ્યમસરનુ ઉતારૂ મોટર વાહન
(જી) ભારે મોટર વાહન
(એચ) ભારે મોટર વાહન (આઇ) રોડ રોલર
(જે) નિર્દિષ્ટ વિગતનુ મોટર વાહન
Copyright©2023 - HelpLaw