ડ્રાઇવીંગ લાઇસન્સમાં ઉમેરો - કલમ:૧૧

ડ્રાઇવીંગ લાઇસન્સમાં ઉમેરો

(૧) મોટર વાહનના કોઇ વગૅ કે વણૅનમાળા વાહન ચલાવવા માટેનુ ડ્રાઇવીંગ લાઇસન્સ ધરાવનાર વ્યકિત તે સમયે બીજા કોઇ વગૅના કે વણૅનના મોટર વાહન ચલાવવા માટે ડ્રાઇવીંગ લાઇસન્સ ધરાવવા કે મેળવવા માટે ગેરલાયક ન હોય તો પોતાની સામાન્ય રહેણાક કે ધંધાના વિસ્તારમાં હકુમત ન ધરાવતા લાઇસન્સ અધિકારીને કેન્દ્ર સરકાર ઠરાવે તેવા નુમનામાં અને તેવા દસ્તાવેજ અને ફી જોડીને લાઇસન્સમાં બીજા કોઇ વગૅનુ અથવા વણૅનનુ મોટર વાહન ઉમેરી આપવા માટે અરજી કરી શકશે

(૨) કેન્દ્ર સરકાર ઠરાવે તેવા નિયમોને આધીન રહીને કલમ ૯ની જોગવાઇઓ જાણે કે સદરહુ સમજદાર પોતાના લાઇસન્સમાં ઉમેરવા ઇચ્છતો હોય તે વગૅ અથવા વણૅનનુ મોટર વાહન ચલાવવા માટે તે કલમ હેઠળ લાઇસન્સ આપવા માટે હોય તેમ આ કલમ હેઠળની અરજીને લાગુ પડશે

(જોગવાઇ કરવામાં આવી છે કે લાયસન્સીંગ અધિકારી લાયસન્સ ઇસ્યું કરતા પહેલા અરજદારની ઓળખ કેન્દ્ર સરકાર દ્રારા જારી કરેલ રીતે તેની સત્યતા જણાવવાની રહેશે. (( સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ-૧૧માં જોગવાઇ ઉમેરવામાં આવેલ છે અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))