
મોટર વાહન ચલાવવા માટેનુ લાઇસન્સ ચાલુ રહેવાની મુદત
(૧) આ અધિનિયમ હેઠળ કાઢી આપેલ શિખાઉનુ લાઇસન્સ આ અધિનિયમની બીજી જોગવાઇઓને આધીન રહીને લાઇસન્સ કાઢી આપ્યાની તારીખથી છ મહિના સુધી અમલમાં રહેશે (૨) આ અધિનિયમ હેઠળ કાઢી આપેલ અથવા રીન્યુ કરી આપેલ ડ્રાઇવીંગ લાઇસન્સ (એ) ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટેના લાઇસન્સની બાબતમાં ૩ વર્ષની મુદત સુધી અમલમાં રહેશે
પરંતુ એવી જોગવાઇ કરવામાં આવે છે કે જેઓ ભયજનક સ્વરૂપના અગર તો સ્ફોટક પદાથી લાવતા હોય કે ટ્રાન્સપોર્ટ કરતા હોય તેવા ભારે વાહનના લાયસન્સધારીઓના પ્રસંગોમાં એવી શરતને આધીન રહીને કે
ડ્રાઇવરે નિયત કરેલ અભ્યાસક્રમ પ્રમાણે ૧ દિવસ માટે એવો અભ્યાસ તાજો કરવાનો રહેશે
(બી) બીજા કોઇપણ લાઇસન્સની બાબતમાં (૧) લાઇસન્સ મેળવતી વ્યકિત સામાન્ય રીતે લાઇસન્સ તાજુ કરતી વખતે કાઢી આપ્યાની તારીખે અથવા યથાપ્રસંગે તાજુ કરી આપ્યાની તારીખે (પચાસ વષૅની) ઉંમર ન થઇ હોય તો (એ) આવુ લાઇસન્સ અથવા તાજુ કરી આપ્યાની તારીખથી વીસ વર્ષ સુધી અથવા
(બી) જે તારીખ આવી વ્યકિત (પચાસ વર્ષની) થાય તે તારીખ સુધી એ બેમાંથી જે વહેલુ બને ત્યા સુધી અમલમાં રહેશે
(૨) પેટા કલમ (૧)માં ઉલ્લેખેલ વ્યકિત તે કાઢી અપ્યાની અથવા તાજુ કરી આપ્યાની તારીખે ચાલીસ વષૅની ઉમરની થઇ હોય તો એવી રીતે કાઢી આપ્યાની અથવા તાજી કરી આપ્યાની તારીખથી પાંચ વષૅની મુદત સુધી અમલમાં રહેશે પરંતુ દરેક ડ્રાઇવીંગ લાઇસન્સ આ પેટા કલમ હેઠળ તે પુરૂ થાય તે છતા આવી મુદત પુરી થાય પણ ત્રીસ દિવસ સુધી અમલમાં રહેશે
Copyright©2023 - HelpLaw