
ડ્રાઇવીંગ લાઇસન્સ તાજુ કરવા બાબત.
(૧) કોઇ લાઇસન્સ અધિકારી તેને અરજી કર્યું આ અધિનિયમની જોગવાઇઓ હેઠળ કાઢેલુ ડ્રાઇવીંગ લાઇસન્સ તે પુરૂ થયાની તારીખથી તાજુ કરી શકશે પરંતુ લાઇસન્સ પુરૂ થયાની તારીખ પછી ત્રીસ કરતા વધુ દિવસ પછી તે તાજુ કરવા માટેની અરજી
કરવામાં આવી હોય ત્યારે તાજુ કયૅાની તારીખથી ડ્રાઇવીંગ લાઇસન્સ તજુ કરવામાં આવશે વધુમાં ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટેનુ લાઇસન્સ તાજુ કરવા માટેની અરજી હોય અથવા બીજી કોઇ બાબતમાં અરજદાર ચાલીસ વષૅની ઉમરે પહોંચ્યા હોય તો તેની સાથે કલમ ૮ ની પેટા કલમ (૩)માં ઉલ્લેખ્યા પ્રમાણે તેવા જ નમુનામાં અને તેવી જ રીતે તબીબી પ્રમાણપત્ર જોડેલુ જોઇશે અને કલમ ૮ની પેટા કલમ
(૪)ની જોગવાઇઓ શકય હોય તેટલે સુધી શિખાઉ લાઇસન્સના સબંધમાં લાગુ પડે છે તેમ આવા દરેક કેસના સબંધમાં લાગુ પડશે
(૨) ડ્રાઇવીંગ લાઇસન્સ તાજુ કરી આપવા માટેની અરજી કેન્દ્ર સરકાર ઠરાવે તેવા નમુનામાં કરવી જોઇશે અને તેવા દસ્તાવેજો જોડવા જોઇએ
(૩) ડ્રાઇવીંગ લાઇસન્સ તાજુ કરવા માટેની અરજી તે પુરૂ થયાની તારીખ પહેલા અથવા તે પુરૂ થયાની તારીખ
પછી ત્રીસ દિવસથી વધુ નહિ તેટલી મુદતમાં કરવામાં આવી હોય ત્યારે લાઇસન્સ આ પ્રમાણે તાજુ કરી આપવા માટે ભરવાની ફી કેન્દ્ર સરકાર અંગે ઠરાવે તેટલી રહેશે (૪) ડ્રાઇવીંગ લાઇસન્સ તાજુ કરવા માટેની અરજી તે પુરુ થયાની તારીખ પછી ત્રીસ દિવસથી વધુ મુદત પછી કરવામાં આવી હોય ત્યારે લાઇસન્સ આ પ્રમાણે તાજુ કરી આપવા માટે ભરવાની ફી કેન્દ્ર સરકાર ઠરાવે તેટલી રકમની રહેશે
પરંતુ લાઇસન્સ અધિકારીને એવી ખાતરી થાય કે પેટા કલમ (૩)માં નિર્દિષ્ટ કરેલ સમયમાં અરજદાર સબળ કારણસર અરજી કરી શકયો ન હતો તો તે પેટા કલમ (૩)માં ઉલ્લેખેલી ફી આ પેટા કલમ હેઠળ કરેલી ડ્રાઇવીંગ લાઇસન્સ તાજુ કરી આપવા માટેની અરજીના સબંધમાં લાઇસન્સ અધિકારી સ્વીકારી શકશે
વધુમાં ડ્રાઇવીંગ લાઇસન્સ અસરકૉ । રહેતુ બંધ થયા પછી પાંચ વષૅથી વધુ મુદત પછી અરજી કરવામાં આવી હોય તો લાઇસન્સ અધિકારી અરજદાર તેને સંતોષ થાય તે મુજબ કલમ ૯ની પેટા કલમ (૩)માં નિર્દિષ્ટ કરેલ ચલાવવા માટેની લાયકાત પરીક્ષા આપે અને પછી પાસ કરે તે સિવાય ડ્રાઇવીંગ લાઇસન્સ તાજુ કરવાની ના પાડી શકશે (પ) તાજુ કરવા માટેની અરજી નામંજુર કરવામાં આવી હોય ત્યારે ભરેલી ફી કેન્દ્ર સરકાર ઠરાવે તેટલે સુધી અને તે રિફંડ કરવામાં આવશે (૬) ડ્રાઇવીંગ લાઇસન્સ તાજુ કરી આપવનાર અધિકારી તે ડ્રાઇવીંગ લાઇસન્સ કાઢી આપનાર અધિકારી ન હોય ત્યારે તેણે ડ્રાઇવીંગ કાઢી આપનાર અધિકારીને ડ્રાઇવીંગ લાઇસન્સ તાજુ કરી આપ્યાની હકીકત જણાવવી જોઇશે
Copyright©2023 - HelpLaw