રોગ કે અશકતતાને કારણે ડ્રાઇવીંગ લાઇસન્સ રદ કરવા બાબત - કલમ:૧૬

રોગ કે અશકતતાને કારણે ડ્રાઇવીંગ લાઇસન્સ રદ કરવા બાબત

પુવૅવતી કલમોમાં ગમે તે મજકૂર હોય તે છતા કોઇ લાઇસન્સ અધિકારીને એમ માનવાને વાજબી કારણો હોય કે ડ્રાઇવીંગ લાઇસન્સ ધરાવનાર કોઇ જાતના રોગકે અશકતતાને લીધે મોટર વાહન ચલાવવા માટે ગેરલાયક છે તો તે અધિકારી કોઇપણ સમયે ડ્રાઇવીંગ લાઇસન્સ ધરાવનારને કલમ ૮ની પેટા કલમ (૩)માં જણાવેલ ગમે તેવા નમુના પ્રમાણેનુ અને તેવી તબીબી પ્રમાણપત્ર રજુ કરવાનુ ફરમાવી શકશે અને ડ્રાઇવીંગ લાઇસન્સ રદ કરનાર અધિકારી તે ડ્રાઇવીંગ લાઇસન્સ આપનાર અધિકારી ન હોય ત્યારે તેણે તે લાઇસન્સ કાઢી આપનાર અધિકારીને રદ કયાની હકીકતની જાણ કરવી જોઇશે