ડ્રાઇવીંગ લાઇસન્સ આપવાની ના પાડવાના કે તે રદ કરવાના હુકમો અને તેની ઉપરની અપીલો - કલમ:૧૭

ડ્રાઇવીંગ લાઇસન્સ આપવાની ના પાડવાના કે તે રદ કરવાના હુકમો અને તેની ઉપરની અપીલો

(૧) લાઇસન્સ અધિકારી કોઇ શિખાઉનુ લાઇસન્સ કાઢી આપવની અથવા ડ્રાઇવીંગ લાઇસન્સ કાઢી આપવાની અથવા તાજુ કરવાની ના પાડે અથવા તે રદ કરે અથવા કોઇ ડ્રાઇવીંગ લાઇસન્સમાં મોટર વાહનનો કોઇ વગૅ ઉમેરવાની ના પાડે ત્યારે તે અધિકારીએ યથા પ્રસંગ તે અરજદાર કે ધરાવનારને તેવી રીતે લાઇસન્સ આપવાની ના પાડવાના અથવા તે રદ કરવાના લેખિત કારણો જણાવતો હુકમ પહોચાડીને તેમ કરવુ જોઇશે (૨) પેટા કલમ (૧) હેઠળ કરેલા હુકમથી નારાજ થયેલ કોઇ વ્યકિત તેના ઉપર હુકમ બજાવ્યાની તારીખથી ત્રીસ દિવસની અંદર ઠરાવેલા અધિકારીને અપીલ કરી શકશે અને ઠરાવેલ અધિકારી તે વ્યકિત અને હુકમ કરનાર અધીકારીને સુનાવણીની તક આપ્યા પછી અપીલનો નિણૅય કરશે અને અપીલ અધિકારીનો નિણૅય હુકમ કરનાર અધિકારીને બંધનકૉ થશે