
કેન્દ્ર સરકારની માલિકીના મોટર વાહનો ચલાવવામાં ડ્રાઇવીંગ લાઇસન્સ
(૧) કેન્દ્ર સરકાર નિદિષ્ટ કરેલ અધિકારી અઢાર વષૅની વય થઇ ગયેલ વ્યકિતઓને કેન્દ્ર સરકારની માલિકીના અથવા તે સમયે તેના એકલાના નિયંત્રણ હેઠળના અને દેશના સરંક્ષને લગતા અને વેપારને લગતા કોઇપણ અન્ડટૅકિંગ સાથે સબંધન ધરાવતા સરકારી હેતુઓ માટે વપરાતા મોટર વાહનો ચલાવવા માટે સમગ્ર ભારત માટેના ડ્રાઇવીંગ લાઇસન્સ આપી શકશે (૨) આ કલમ હેઠળ આપેલા ડ્રાઇવીંગ લાઇસન્સમાં જે વગૅ કે વર્ગોના વાહનો ચલાવવાનો ડ્રાઇવીંગ લાઇસન્સ ધરાવનારને હક હોય અને જેટલી મુદત માટે તે ધરાવનારને એવો હક રહેવાનો હોય તેનો નિર્દેશ કરવો જોઇશે (૩) આ કલમ હેઠળ આપેલા લાઇસન્સની રૂએ પેટા કલમ (૧)માં ઉલ્લેખેલ મોટર વાહન સિવાયનુ કોઇ મોટર વાહન ચલાવવા માટે તે ધરાવનાર હકદાર થશે નહિ
(૪) આ કલમ હેઠળ કોઇ ડ્રાઇવીંગ લાઇસન્સ કાઢી આપતા અધીકારીએ જેને ડ્રાઇવીંગ લાઇસન્સ આપ્યુ હોય તે વ્યકિતને લગતી કોઇ રાજય સરકાર કોઇ પણ સમયે માંગે તે માહિતી રાજય સરકારની વિનંતીથી પુરી પાડવી જોઇશે
Copyright©2023 - HelpLaw