
ડ્રાઇવીંગ લાઇસન્સ ધરાવવા માટે ગેરલાયક ઠરાવવાની લાઇસન્સ અધિકારીને સતા
(૧) લાઇસન્સ અધિકારીને કોઇ વ્યકિતને સુનાવણીની તક આપ્યા પછી ખાતરી થાય કે તે વ્યકિત નીચે જણાવ્યા પ્રમાણેની છે તો તે કારણોની લેખીત નોંધ કરીને (ક) તે વ્યકિતને નિર્દિષ્ટ કરેલી મુદત માટે ડ્રાઇવીંગ લાઇસન્સ અથવા ખાસ વગૅ કે પ્રકારનુ વાહન ચલાવવા માટેનુ લાઇસન્સ ધરાવવા કે મેળવવા માટે ગેરલાયક ઠરાવતો (ખ) આવુ લાઇસન્સ રદ કરતો હુકમ કરી શકશે
(એ) તે વ્યકિત રીઢો ગુનેગાર અથવા દારૂડિયો છે અથવા
(બી) નારકોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટન્સ એકટ ૧૯૮૫ના અથૅ મુજબ નારકોટિક ડ્રગ્સ અથવા સાયકોપીક સબસ્ટન્સ વારંવાર લે છે અથવા
(સી) તે વ્યકિત પોલીસ અધિકારનો ગુનો કરવા માટે વાહન વાપરે છે અથવા તેણે વાપર્યું છે અથવા
(ડી) તે વ્યકિતએ મોટર વાહન ચલાવનાર તરીકેના પોતાના પહેલાના વતૅનથી બતાવી આપ્યુ છે કે તે ચલાવે તો લોકો જોખમમાં આવે તેમ છે અથવા
(ઇ) કોઇ ડ્રાઇવીંગ લાઇસન્સ અથવા અમુક વગૅ અથવા વષૅનનુ મોટર વાહન ચલાવવાનુ લાઇસન્સ કપટથી ગેર રજુઆતથી મેળવ્યુ છે અથવા (એફ) આ અધિનિયમના ઉદેશોને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકાર ઠરાવે તેવા લોકોને ત્રાસ થાય અથવા જોખમમાં મુકે તેવો સંભવ હોય તેવુ કૃત્ય કર્યું છે અથવા (જી) કલમ ૨૨ ની પેટા કલમ (૩)ના પરંતુકમાં ઉલ્લેખેલ પરીક્ષા માટે હાજર રહયો નથી અથવા પાસ કરી નથી અથવા
(એચ)લાઇસન્સ ધરાવનારની કાળજીવાળી વ્યકિતની લેખિત સંમતિથી શિખાઉનુ લાઇસન્સ અથવા ડ્રાઇવીંગ લાઇસન્સ આપવામાં આવ્યુ હોય તે અઢાર વર્ષની ઓછી ઉંમરની વ્યકિત છે (( (૧-એ) જયારે લાયસન્સીંગ સતા અધિકારી કલમ ૨૦૬ ની પેટા કલમ (૪) હેઠળ લાયસન્સ મોકલવામાં આવેલ હોય લાયસન્સીંગ સતા અધિકારીને ડ્રાઇવીંગ લાયસન્સ ધારકને સુનવણીની તક આપીને જો સંતોષ થાય તો તે ડ્રાઇવીંગ લાઇસન્સ ધરાવનારને મુકત કરશે અથવા વિગતવાર કારણોની લેખિત નોંધ કરીને આવી વ્યકિતને કોઇ વગૅ અથવા વષૅનના બધાજ વાહન જેનો ઉલ્લેખ લાયસન્સમાં કરવામાં આવેલ હોય તેવું વાહન ચલાવવા માટેનું લાયસન્સ ધરાવવા અથવા તે મેળવવા માટેની અરજી કરવા માટે ગેરલાયક ઠરાવશે (એ) પ્રથમ ગુના માટે ત્રણ માસના સમયગાળા માટે
(બી) બીજા અથવા ત્યાર પછીના ગુના માટે આવી વ્યકિતનુ લાયસન્સ રદ કરવા માટે
જોગવાઇ કરવામાં આવે છે કે જયારે આ કલમ હેઠળ લાયસન્સ રદ કરવામાં આવે આવા ડ્રાઇવીંગ લાયસન્સ ધારકનું નામ કેન્દ્ર સરકાર ઠરાવે તે રીતે જાહેર જનતાની જાણકારીના સ્તોત્રમાં મુકવામાં આવશે.
(( સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ-૧૯ની પેટા-કલમ (૧-એ) ઉમેરવામાં આવેલ છે અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
(૨) પેટા કલમ (૧) હેઠળ કોઇ હુકમ કાઢવામાં આવે ત્યારે તેનાથી અસર પામતા ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવનારે હુકમ કાઢનાર અધિકારીને તે ડ્રાઇવિંગ લાઇસન્સ અગાઉ સોપી દીધુ ન હોય તો તરત જ સોપી દેવુ જોઇશે અને લાઇસન્સ અધિકારી
(એ) જો તે અધિનિયમ મુજબ આપેલુ ડ્રાઇવીંગ લાઇસન્સ હોય તો તેની ગેરલાયકાત પુરી ન થાય અથવા રદ કરવામાં ન આવે ત્યાં સુધી તે ડ્રાઇવીંગ લાઇસન્સ રખી મુકશે અથવા (બી) જો તે ડ્રાઇવિંગ લાઇસન્સ આ અધિનિયમ મુજબ આપેલુ ડ્રાઇવીંગ લાઇસન્સ ન હોય તો તેની ઉપર તે ગેરલાયકાતનો શેરો કરીને તે આપનાર લાઇસન્સ અધિકારીને તે મોકલી આપશે (સી) કોઇપણ લાઇસન્સ રદ કરવાની બાબતમાં તેના ઉપર રદ કયૅાનો શેરો કરશે અને જે અધિકારીને તે કાઢી આપ્યુ હોય તે અધિકારી ન હોય તો જે અધિકારીએ તે લાઇસન્સ કાઢી આપ્યુ તે હોય તે અધિકારીને રદ કયૅાની હકીકતની જાણ કરશે
પરંતુ તે ડ્રાઇવિંગ લાઇસન્સથી કોઇ વ્યકિતને એક કરતા વધારે વગૅ કે પ્રકારના મોટર વાહનો ચલાવવાનો અધિકાર મળેલ હોય અને પેટા કલમ (૧) હેઠળ કરેલા હુકમથી તે કોઇ નિર્દિષ્ટ વર્ગ કે પ્રકારના મોટર વાહનો ચલાવવાનો ગેરલાયક ઠરે ત્યારે લાઇસન્સ અધિકારીએ ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપર ગેરલાયકાતનો શેરો કરવો જોઇશે અને તે તેને પરત કરવુ જોઇશે (જોગવાઇ કરવામાં આવી છે કે ડ્રાઇવીંગ લાયસન્સ ધારકે જો ડ્રાઇવર રીફેસર તાલીમ અભ્યાસક્રમ સફળતાપૂવૅક પુણૅ કરેલ હોય તો તેને ગેરલાયકાતનો સમયગાળો પુણૅ થતા તેનુ લાયસન્સ પાછુ આપવામાં આવશે.
(((૨-એ) જે લાયસન્સ ધારકનું લાયસન્સ મોકુફ રાખવામાં આવેલ હોય તે ડ્રાઇવર રીફેશર તાલીમ અભ્યાસક્રમ લાયસન્સ ધારક એકમ અથવા કલમ-૧૨ હેઠળ નિયમિત થતી અથવા કેન્દ્ર સરકારે સૂચિત કરેલી હોય તેવી અનય કોઇ એજન્સીમાંથી કરશે.
(૨-બી) ડ્રાયવર રીફેશર તાલીમ અભ્યાસક્રમનો પ્રકાર અભ્યાસક્રમ અને સમયગાળો કેન્દ્ર સરકાર નિર્દિષ્ટ કરે તનુસારનો રહેશે. )) (( સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ-૧૯માં જોગવાઇ અને પેટા (એ) અને (બી) ઉમેરવામાં આવેલ છે અમલ તા-૦૯/૦૮/૨૦૧૯)) (૩) પેટા કલમ (૧) હેઠળ લાઇસન્સ અધિકારીએ કરેલા હુકમથી નારાજ થયેલ કોઇ વ્યકિત તે હુકમ મળ્યાની તારીખથી ત્રીસ દિવસની અંદર ઠરાવેલ અધિકારીને અપીલ કરી શકશે અને તે અપીલ અધિકારીએ લાઇસન્સ અધિકારીને નોટીશ આપવી જોઇશે અને તે બેમાંથી કોઇ પક્ષકાર સુનાવણી માગે તો તે પક્ષકારની સુનાવણી કરવી જોઇશે અને તેને યોગ્ય લાગે તે બાબતોમાં તે અધિકારી તપાસ કરી શકશે આવા અપીલ અધિકારીએ કરેલા હુકમ આખરી રહેશે
Copyright©2023 - HelpLaw