
કોર્ટની ગેરલાયક ઠરાવવાની સતા
(૧) આ અધિનિયમ હેઠળનો કોઇ ગુનો અથવા મોટર વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવો ગુનો કોઇ વ્યકિતએ કયૅ નુ સાબિત થયેલ હોય ત્યારે તે વ્યકિતનો ગુનો સાબિત ઠરાવનાર કોટૅ આ કલમની જોગવાઇઓને આધીન રહીને કાયદાથી કરી શકાતી બીજી કોઇ શિક્ષા કરવા ઉપરાંત તે જેનો ગુનો સાબિત થયેલ હોય તે વ્યકિતને કોટૅ નિર્દિષ્ટ કરે તેટલી મુદત સુધી અથવા લાઇસન્સમાં આવે તેવા નિર્દિષ્ટ કરવામં તમામ વર્ગ અથવા વણૅનમાં વાહન ચલાવવાના કોઇપણ ડ્રાઇવીંગ લાઇસન્સ ધરાવવા અથવા અમુક વર્ગ કે પ્રકારના મોટર વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવવા ગેરલાયક જાહેર કરી શકશે
પરંતુ કલમ ૧૮૩ હેઠળ શિક્ષાપાત્ર ગુનાના સબંધમાં પહેલા અથવા બીજા ગુના માટે આવો કોઇ હુકમ કરી
શકાશે નહિ. (૨) કલમ ૧૩૨ની પેટા કલમ (૧)ના ખંડ (સી) કલમ ૧૩૪ અથવા કલમ ૧૮૫ હેઠળ કોઇ વ્ઝયિતને દોષિત ઠરાવી હોય ત્યારે આવા કોઇ ગુના માટે આવી વ્યકિતને દોષિત ઠરાવતી કોટૅ પેટા કલમ (૧) હેઠળ ગેરલાયક ઠરાવતો હુકમ કરી શકશે અને કલમ ૧૩૨ની પેટા કલમ (૧) ના ખંડ (સી) અથવા કલમ ૧૩૪ને લગતો ગુનો હોય તો આવી ગેરલાયકાત એક મહિના કરતા ઓછી ન હોય તેટલી મુદતની રહેશે અને ગુનો કલમ ૧૮૫ને અંતે લગતો હોય તો આવી ગેરલાયકાત છ મહિના કરતા ઓછી ન હોય તેટલી મુદત સુધી રહેશે (૩) ખાસ લેખીત કારણો દશૅ ાવીને બીજો હુકમ કરવાનુ કોર્ટને યોગ્ય લાગે તે સિવાય કોટૅ નીચેના ગુનેગારોની
બાબતમાં ગેરલાયક ઠરાવવાતો હુકમ કરશે (એ) કલમ ૧૮૪ હેઠળ શિક્ષાપાત્ર જેનો ગુનો સાબિત થયા પછી ફરીથી તે કલમ હેઠળ શિક્ષાપાત્ર જેનો ગુનો સાબિત થાય તે ગુનેગાર (બી) કલમ ૧૮૯ હેઠળ શિક્ષાપાત્ર જેનો ગુનો સાબિત થાય તે ગુનેગાર અથવા
(સી) કલમ ૧૯૨ હેઠળ શિક્ષાપાત્ર જેનો ગુનો સાબિત થાય તે ગુનેગાર પરંતુ ખંડ (એ) માં જણાવેલ કિસ્સામાં ગેરલાયકાતની મુદત પાંચ વર્ષથી વધુ અથવા ખંડ(બી)માં જણાવેલ કોઇ કિસ્સાઓમાં બે વષૅથી વધુ અથવા ખંડ (સી) જણાવેલ કિસ્સાઓમાં એક વષૅથી વધુ હોવી જોઇશે નહિ
(૪) કલમ ૧૮૪ હેઠળ શિક્ષાપાત્ર જેનો ગુનો સાબિત થયેલ હોય તે ગુનેગારને ગેરલાયક ઠરાવવાનો હુકમ કરનાર કોર્ટ એવો આદેશ આપી શકશે કે તે ગુનો કરનારે કલમ ૯ની પેટા કલમ (૩) માં નિર્દિષ્ટ કરેલી ચલાવવા માટેની લાયકાતની પરીક્ષા અગાઉ પસાર કરી હોય કે ન હોય તો પણ તેને ગેરલાયક ઠરાવવાનો પછી લાઇસન્સ અધિકારીને સંતોષ થાય તે પ્રમાણે તે પરીક્ષા તેણે પાસ કરેલ ન હોય ત્યાં સુધી તે તે ગુનેગાર ગેરલાકય ચાલુ રહેશે હુકમ કર્યો
(૫) પેટા કલમ (૧)માં નિર્દિષ્ટ કરેલા પ્રકારના ગુનાની સાબિતી ઉપર જે કોર્ટમાં અપીલ થઇ શકે તે કોટૅ નીચલી કોર્ટે કરેલા ગેરલાયક ઠરાવવાનો કોઇ હુકમ રદ કરી શકશે અથવા તેમા ફેરફાર કરી શકશે અને જે ગુનાની સાબિતીના સબંધમાં આવો હુકમ થયો હોય તે ગુનાની સાબિતી ઉપર અપીલ ન થઇ શકતી હોય તેમ છતા કોઇ કોર્ટે ઉપર સાધારણ રીતે જે કોર્ટમાં અપીલો થઇ શકે તે કોર્ટ કરેલા ગેરલાયક ઠરાવવાનો હુકમ રદ કરી શકશે અથવા તેમા ફેરફાર કરી શકશે
Copyright©2023 - HelpLaw