અમુક કેસોમાં ડ્રાઇવીંગ લાઇસન્સ મોકૂફ રાખવા બાબત - કલમ:૨૧

અમુક કેસોમાં ડ્રાઇવીંગ લાઇસન્સ મોકૂફ રાખવા બાબત

(૧) કલમ ૧૮૪ હેઠળ શિક્ષાપાત્ર ગુના માટે અગાઉ દોષિત કરી હોય તેવી વ્યકિતના સબંધમાં આવી વ્યકિત કલમ ૧૮૪માં ઉલ્લેખ્યા પ્રમાણે કોઇપણ વગૅ અથવા વણૅનના મોટર વાહન ભયંકર રીતે ચલાવીને એક અથવા વધુ વ્યકિતઓનુ મોત નીપજાવે છે અથવા ગંભીર ઇજા પહોચાડે છે તેવા આરોપસર પોલીસ અધિકારીએ કેસ રજિસ્ટર કર્યો હોય ત્યારે આવી વ્યકિતએ ધરાવેલ ડ્રાઇવીંગ લાઇસન્સ એવા વગૅ અથવા વણૅનના મોટર વાહનના રાબંધમાં

(એ) જે તારીખે કેસ રજિસ્ટર કર્યો હોય તે તારીખથી છ મહિનાની મુદત માટે અથવા (બી) જો આવી વ્યકિતને સદરહુ મુદત પુરી થાય તે પહેલા છોડી દીધો હોય અથવા નિર્દોષ ઠરાવ્યો હોય તો

એવી રીતે છોડી મુકવામાં અથવા નિર્દોષ ઠરાવવામાં આવે ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવશે (૨) પેટા કલમ (૧)ની જોગવાઇઓની રૂએ વ્યકિતએ ધરાવેલ લાઇસન્સ મોકૂફ રાખવામાં આવે ત્યારે જેણે પેટા કલમ (૧)માં ઉલ્લેખેલ કેસ રજિસ્ટર કર્યો હોય તે પોલીસ અધિકારી આવા ગુનાનુ કોગ્નીઝન્સ લેવા માટે સતા ધરાવતી કોટૅના ધ્યાન ઉપર આવી રીતે મોકૂફ રાખવાનુ લાવવુ જોઇશે અને તેમ થયે આવી કોટૅ ડ્રાઇવીંગ લાઇસન્સ નો કબજો લઇને તેના ઉપર મોકૂફ રાખ્યાનો શેરો કરશે અને જેણે લાઇસન્સ આપ્યુ હોય અથવા ડ્રાઇવિંગ લાઇસન્સનો કબજો લઇને તેના ઉપર મોકૂફ રાખ્યાનો શેરો કરશે અને જેણે લાઇસન્સ આપ્યુ હોય અથવા છેલ્લે તાજુ કરી આપ્યુ હોય તે લાઇસન્સ અધિકારીને આ શેરાની હકીકત જણાવવી જોઇશે (૩) પેટા કલમ (૧)માં ઉલ્લેખેલ વ્યકિત નિર્દોષ ઠરી હોય અથવા છોડી મુકવામાં આવી હોય ત્યારે કોર્ટ તેના પરના મોકુફીને ધ્યાનમાં લઇને ડ્રાઇવીંગ લાઇસન્સ ઉપરનો શેરો રદ કરશે (૪) અમુક વર્ગ અથવા વણૅનના મોટર વાહનોના સબંધમાં પેટા કલમ (૧) હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સ મોકૂફ

રાખ્યુ હોય તો આવુ લાઇસન્સ ધરાવનાર વ્યકિત જેટલે સુધી ડ્રાઇવીંગ લાઇસન્સની મોકુડી અમલમાં રહે તેટલે સુધી આવા અમુક વર્ગ અથવા વણૅનના મોટર વાહન ચલાવવા માટે કોઇ લાઇસન્સ ધરાવવા અથવા મેળવવામાં બાધ આવશે નહિ.