દોષિત ઠર્યં ડ્રાઇવીંગ લાઇસન્સ મોકૂફ રાખવા અથવા રદ કરવા બાબત.
(૧) કલમ ૨૦ ની પેટા કલમ (૩)ની જોગવાઇઓને બાધ આવ્યા સિવાય કલમ ૨૧ની પેટા કલમ (૧)મ ઉલ્લેખેલ વ્યકિત કલમ ૧૮૪માં ઉલ્લેખ્યા પ્રમાણે કોઇપણ વગૅ અથવા વણૅનનુ મોટર વાહન એવી રીતે જોખમકારક ચલાવીને એક અથવા વધુ વ્યકિઓનુ મોત નિપજાવે અથવા ગંભીર ઇજા પહોંચાડે ત્યારે જે કોર્ટે આવી વ્યકિતએ દોષિત ઠરાવ્યો હોય તે કોર્ટે પોતાને યોગ્ય લાગે તેટલી મુદત સુધી જેટલે સુધી આવી વ્યકિતને ધરાયેલ ડ્રાઇવિંગ લાઇસન્સ તે વગૅ અથવા વણૅનના મોટર વાહનને લગતુ હોય તેટલે સુધી તે રદ કરી શકશે અથવા મોકૂફ રાખી શકશે
(૨) કલમ ૨૦ ની પેટા કલમ (૨)ની જોગવાઇઓને બાધ આવ્યા સિવાય કલમ ૧૮૫ હેઠળ શિક્ષાપાત્ર ગુના માટે અગાઉ દોષિત ઠરી હોય તેવી વ્યકિત તે કલમ હેઠળ શિક્ષાપાત્ર ગુના માટે ફરીથી દોષિત ઠરે તો એવી રીતે પછીથી દોષિત ઠરાવતી કોર્ટે હુકમ કરીને આવી વ્યકિતએ ધરાવેલ ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરશે (૩) આ કલમ હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવામાં આવ્યુ હોય અથવા મોકૂફ રાખવામાં આવ્યુ હોય તો કોર્ટે તે ડ્રાઇવિંગ લાઇસન્સ પોતાની કસ્ટડીમાં લઇને રદ કરવાનો અથવા મોકૂફ રાખવાનો તેના ઉપર શેરો કરશે અને તેવી રીતે શેરો કરેલ ડ્રાઇવિંગ લાઇસન્સ જેણે તે લાઇસન્સ કાઢી આપ્યુ હોય અથવા છેલ્લે તાજુ કરી આપ્યુ હોય તે અધિકારીને મોકલી આપશે અને એવા અધિકારી લાઇસન્સ મળ્યે તે લાઇસન્સ પોતાની કસ્ટડીમાં લેશે અને મોકૂફ રાખેલ લાઇસન્સની બાબતમાં ધરાવનાર એવુ લાઇસન્સની બબતમાં ધરાવનાર એવુ લાઇસન્સ પરત કરવા પોતે કરેલી રજી ઉપરથી મોકુફીને મુદત પુરી થયા પછી તે લાઇસન્સ પાછુ આપશે પરંતુ આવુ લાઇસન્સ ધરાવનાર મોકુફીની મુદત પુરી થયા પછી જેણે લાઇસન્સ આપ્યુ હોય અથવા છેલ્લે તાજુ કરી આપ્યુ હોય તે લાઇસન્સ અધિકારીની ખાતરી માટે કલમ ની પેટા કલમ (૩)માં ઉલ્લેખેલ વાહન ચલાવવાની લાયકાત માટેની ફરીથી પરીક્ષામાં બેસે અથવા પાસ કરે નહિ અને કલમ-૮ની પેટા કલમ (૩)માં ઉલ્લેખ્યા પ્રમાણેના નમુના મુજબ અને તેવી રીતે તબીબી પ્રમાણપત્ર રજુ કરે નહિ તે સિવાય આવુ કોઇ લાઇસન્સ પરત કરવામાં આવશે નહિ (૪) અમુક વર્ગ અથવા વણૅનનુ મોટર વાહન ચલાવવાનુ લાઇસન્સ આ કલમ હેઠળ રદ કરેલ હોય અથવા મોકૂફ રાખ્યુ હોય તો આવુ લાઇસન્સ ધરાવનાર વ્યકિત જેટલે સુધી ડ્રાઇવિંગ લાઇસન્સની મોકુફી અથવા રદ કરવાનુ અમલમાં રહે તેટલે સુધી આવા અમુક વર્ગ અથવા વણૅનના મોટર વાહન ચલાવવા માટેનુ કોઇ લાઇસન્સ ધરાવવામાંથી અથવા મેળવવામાંથી બાકાત રહેશે નહિ.
Copyright©2023 - HelpLaw