ગેરલાયક ઠરાવવાના હુકમની અસર - કલમ:૨૩

ગેરલાયક ઠરાવવાના હુકમની અસર

(૧) જેને ગેરલાયક ઠરાવવાનો હુકમ કલમ ૧૯ અથવા કલમ ૨૦ હેઠળ કયૅ હોય તે વ્યકિત તે હુકમમાં નિર્દિષ્ટ કરેલ અંશે અને તેટલી મુદત સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવવા કે મેળવવા હકદાર રહેશે નહિ અને તે હુકમની તારીખે તે વ્યકિતએ ધરાવેલ હોય તે કોઇ ડ્રાઇવિંગ લાઇસન્સ તેટલે અંશે અને તે મુદત દરમ્યાન અસરકતૅ। રહેતુ બંધ થશે

(૨) કલમ ૨૦ હેઠળ કરેલા ગેરલાયક ઠરાવવાના હુકમનો અમલ તે હુકમ ઉપર અથવા જેને લઇને તેવો હુકમ કરવામાં આવ્યો હોય તે ગુનાની સાબિતી ઉપર અપીલ કરવામાં આવી હોય તે દરમ્યાન અપીલ કોટૅ તેવી રીતે ફરમાવે તે સિવાય મોકૂફ રાખવામાં કે મુલતવી રાખવામાં આવશે નહિ. (૩) જેની બાબતમાં ગેરલાયક ઠરાવવાનો કોઇ હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિત તે હુકમની તારીખથી છ મહિના વીત્યા પછી કોઇપણ સામયે સદરહુ ગેરલાયકાત દૂર કરવા માટે હુકમ કરનાર કોટૅને કે બીજા અધિકારીને અરજી કરી શકશે અને યથાપ્રસંગ તે કોટૅ કે અધિકારી તે કેસના તમામ સંજોગો ધ્યાનમાં લઇને ગેરલાયક ઠરાવવાનો હુકમ રદ કરી શકશે કે તેમા ફેરફાર કરી શકશે

પરંતુ કોઇ ગેરલાયકાત રદ કરવાની અથવા તેમા ફેરફાર કરવાની કોટૅ અથવા બીજા સતા અધિકારી ના પાડે ત્યારે એવી રીતે ના પાડયાની તારીખથી ત્રણ મહિનાની મુદત વિત્યા પહેલા તે જ કલમ હેઠળ બીજી અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહિ.