શેરો - કલમ:૨૪

શેરો

(૧) ગેરલાયક ઠરાવવાનો હુકમ કોટૅ કે અધિકારીએ ગેરલાયક ઠરાવેલ વ્યકિતએ ધરાવેલ હોય તે કોઇ ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપર ગેરલાયક ઠરાવવાના હુકમની અને જે ગુના સબંધી ને ગેરલાયકાતનો હુકમ કરાવામાં આવ્યો હોય તે ગુનાની સાબિતનીના હુકમની વિગતોનો શેરો કરવો કે કરાવવો જોઇશે અને ગેરલાયકાતનો હુકમ કલમ ૨૩ની પેટા કલમ (૩) હેઠળ રદ કરવામાં કે તેમાં ફેરફાર કરવામાં આવેલ હોય તો તેની વિગતોનો પણ તેવી જ રીતે શેરો કરવો જોઇશે

(૨) કેન્દ્ર સરકાર ઠરાવે તેવો આ અધિનિયમ હેઠળ કરેલો કોઇ વ્યકિતનો ગુનો જેણે સાબિત ઠરાવેલ હોય તે કોર્ટ તે ગુના સાબિતીના સબંધમાં ગેરલાયકાતનો હુકમ કર્યો હોય કે ન હોય તો પણ ગુનેગાર ધરાવેલ કોઇ ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપર તે ગુના સાબિતીની વિગતોનો શેરો કરવો કે કરાવવો જોઇશે

(૩) પેટા કલમ (ર) હેઠળ નિર્દિષ્ટ કરેલા ગુનાની આરોપી કોર્ટમાં હાજર રહેતી વખતે પોતાનું ડ્રાઇવીંગ લાઇસન્સ પોતાના કબજામાં હોય તો તે પોતાની સાથે લાવવું જોઇશે.

(૪) આ અધિનિયમ હેઠળ કોઇ ગુના માટે વ્યકિત દોષિત ઠરેલ હોય અને ત્રણ મહિના કરતા વધુ મુદતની કેદની સજા થઇ હોય ત્યારે સજા કરતી કોટૅ સબંધિત વ્યકિતના ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપર આવી સજાની હકીકતનો શેરો કરો અને ફરિયાદ કરતા અધિકારી જેણે ડ્રાઇવિંગ લાઇસન્સ આપ્યુ હોય અથવા છેલ્લે તાજુ કરી આપ્યુ હોય તે અધિકારીને આવા શેરાની હકીકત જણાવશે

(૫) ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપર કોઇ કોટૅ શેરો કરે અથવા શેરો કરાવડાવે ત્યારે આવી કોટૅ જેણે ડ્રાઇવિંગ લાઇસન્સ આપ્યુ હોય અથવા છેલ્લે તાજુ કરી આપ્યુ હોય તે લાઇસન્સ અધિકારીને શેરાની વિગતો મોકલશે

(૬) જેણે ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપર શેરો કર્યો હોય તે કોર્ટે દોષિત ઠરાવ્ય અથવા હુકમ કર્યાની વિરૂધ્ધ અપીલ કર્યો એપેલેટ કોર્ટ દોષિત ઠરાવવાનું અધવા હુકમમાં ફેરફાર કરે અથવા રદ કરે ત્યારે એપેલેટ કોર્ટે જેણે ડ્રાઇવિંગ લાઇસન્સ આપ્યુ હોય અથવા છેલ્લે તાજુ કરી આપ્યુ હોય તે લાઇસન્સ અધિકારીને માહિતી આપશે અને આવા અધિકારી શેરોમાં સુધારો કરશે અથવા સુધારો કરાવડાવશે