શેરો બીજા લાઇસન્સમાં લખી લેવા અને શેરા વિનાનુ ડ્રાઇવિંગ લાઇસન્સ આપવા બાબત - કલમ:૨૫

શેરો બીજા લાઇસન્સમાં લખી લેવા અને શેરા વિનાનુ ડ્રાઇવિંગ લાઇસન્સ આપવા બાબત

(૧) આ કલમની જોગવાઇઓ હેઠળ કોઇ ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવનારને શેરો કયૅ વિનાનુ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાનો હક ન હળે ત્યાં સુધી તે ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવનારે મેળવેલા કોઇપણ નવા ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપર અથવા તેની બીજી પ્રત ઉપર સદરહુ ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપરનો શેરો લખી લેવો જોઇશે (૨) ડ્રાઇવિંગ લાઇસન્સ પર શેરો કરવાનું જરૂરી હોય અને જેણે શેરો કરવાનો હોય તે

કોટૅ તે અધિકારીના કબજામાં ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય ત્યારે (એ) જેના સબંધમાં શેરો કરવાનો હોય તે વ્યકિત તે વખતે ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવી રહેલ હોય તો તેણે પાંચ દિવસમાં અથવા કોર્ટ કે અધિકારી ઠરાવે તેવા વધુ સમયમાં ડ્રાઇવિંગ લાઇસન્સ તે કોટૅ કે અધિકારી સમક્ષ રજુ કરવુ જોઇશે અથવા

(બી) તે સમયે જો તે ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવી રહેલ ન હોય અને પાછળથી તે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવે તો તેણે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવ્યા પછી પાંચ દિવસમાં તે કોટૅ અધિકારી સમક્ષ રજુ કરવુ જોઇશે અને નિર્દિષ્ટ કરેલા સમયમાં ડ્રાઇવિંગ લઇસન્સ રજુ કરવામાં ન આવે તો તે સમય પછી જયાં સુધી શેરો કરવા માટે તે ડ્રાઇવિંગ ન લાઇસન્સ રજુ કરવામાં ન આવે ત્યા સુધી તે ડ્રાઇવિંગ લાઇસન્સ અસરકતા રહેશે નહીં.

(૩) જેના ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપર શેરો કરવામાં આવ્યો હોય તે વ્યકિત વિરૂધ્ધ છેલ્લો શેરો થયા પછી સતત ત્રણ વષૅની મુદત સુધી કોઇ શેરો કરવાનો બીજો હુકમ કરવામાં આવ્યો ન હોય તો તે પોતાનુ ડ્રાઇવિંગ લાઇસન્સ પાછુ આપ્યું અને પાંચ રૂપિયાની ફી ભયૅ કશા શેરા વિનાનુ નવુ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા હકદાર થશે પરંતુ જો શેરો કલમ ૧૧૨માં ઉલ્લેખેલ ઝડપની મયૅ દાથી વધુ ઝડપે ચલાવવા સબંધમાં જ હોય તો શૈરાની તારીખથી એક વર્ષ વીત્યે શેરો કર્યો વિનાનુ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા તે વ્યકિત હકદાર થશે વધુમાં સદર અનુક્રમે ત્રણ અને એક વર્ષની મુદત ગણતી વખતે સાદરહ વ્યકિતને જેટલી મુદત દરમ્યાન ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવવા કે મેળવવા માટે ઠરાવેલ હોય તે ગણવી જોઇશે નહિ.