રાજય ડ્રાઇવિંગ લાઇસન્સ રજિસ્ટર કરવા બાબત
દરેક રાજય સરકારે કેન્દ્ર સરકાર ઠરાવે તેવા નમૂનામાં રાજય સરકારના લાઇસન્સ અધિકારીએ કાઢી આપેલ અને તાજુ કરી આપેલ ડ્રાઇવીંગ લાઇસન્સ ના સંબંધમાં નીચેની વિગતો (સહિતનું) રાજય ડ્રાઇવીંગ લાઇસન્સ નોંધણી પત્રક તરીકે ઓળખાતું નોંધણી પત્રક રાખવું જોઇએ. (એ) ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવનારનુ નામ અને સરનામુ
(બી) લાઇસન્સ નંબર
(સી) લાઇસન્સ કાઢી આપ્યાની અથવા તાજુ કરી આપ્યાની તારીખ (ડી) લાઇસન્સ પુરુ થયાની તારીખ
(ઇ) ચલાવવા માટે અધિકૃત કરેલ વગૅ અથવા પ્રકારનુ વાહન અને (એફ) કેન્દ્ર સરકાર ઠરાવે તેવી બીજી વિગતો (( નોંધઃ- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૨૬ નવેસરથી મૂકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
Copyright©2023 - HelpLaw