નિયમો કરવાની કેન્દ્ર સરકારની સતા - કલમ:૨૭

નિયમો કરવાની કેન્દ્ર સરકારની સતા

(એ) કલમ ૩ની પેટા કલમ (૨)માં ઉલ્લેખેલી શરતો સબંધી (બી) શિખા લાઇસન્સ માટે અરજી કરવાના નમૂનો ઠરાવતા તેમા હોવી જોઇએ તે વિગતો આ કલમ ૮ની પેટા કલમ (૨)માં ઉલ્લેખેલ અરજી સામે રજુ કરવાના દસ્તાવેજો ઠરાવતા

(સી) કલમ ૮ની પેટા કલમ (૩)માં ઉલ્લેખેલી તબીબી પ્રમાણપત્રના નમુના માટે જોગવાઇ કરતા

(ડી) કલમ ૮ની પેટા કલમ (૫)માં ઉલ્લેખેલ પરીક્ષાની વિગતો માટે જોગવાઇ કરતા

(ઇ) જે નમુનામાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની અરજી કરી શકાય તે નુમના તેમા હોવો જોઇએ તે વિગતો અને કલમ ની પેટા કલમ

૨)માં ઉલ્લેખેલ અરજી સાથે જોડવાના દસ્તાવેજો માટે જોગવાઇ કરતા (ડી-એ) કલમ-૮ની પેટા કલમ (૬) હેઠળ લાયસન્સીંગના સતા અધિકારીએ કાઢી આપવાના શીખાઉ લાયસન્સનો નમૂનો અને રીત

(ડી-બી) કલમ-૮ ની પેટા કલમ (૬)ના ત્રીજી જોગવાઇઓ હેઠળ અરજદારની અધિકૃતિની ચકાસણી સતામંડળ જે પધ્ધતિથી કરી

શકો તેવી પધ્ધતિ) ( નોંધઃ- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૨૭માં પેટા કલમ ખંડ (ડી) પછી (ડી-એ) અને (ડી-બી) ઉમેરવામાં આવેલ

છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯ )) (એફ) કલમ ની પેટા કલમ (૩)માં ઉલ્લેખેલ વાહન ચલાવવાની લાયકાતની પરીક્ષામાં સબંધી વિગતો માટે જોગવાઇ કરતા

(જી) ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે જેને આ અધિનિયમ હેઠળ લાઇસન્સ કાઢી આપી શકાય તે વ્યકિતની ઓછામાં ઓછી

શૈક્ષણિક લાયકાત અને આવી વ્યકિતએ આવી લાયકાત કેટલા સમયની અંદર મેળવવાની હોય છે તે સમય નિર્દિષ્ટ કરતા

(એચ) કલમ ૧૦ની પેટા કલમ (૧)માં ઉલ્લેખેલ લાઇસન્સના નમુના અને વિગતો માટે જોગવાઇ કરતા

(આઇ) કલમ ૧૧ની પેટા કલમ (૧)માં ઉલ્લેખેલ અરજીના નમુના અને વિગતો માટે અને અરજી સામે રજુ કરવાના દસ્તાવેજ અને લેવાની ફી માટે જોગવાઇ કરતા

(જે) જે શરતને આધીન રહીને કલમ ૯ કલમ ૧૧ હેઠળ કરેલ અરજીને લાગુ પડશે નહિ તેવી શરતો માટે જોગવાઇ કરતા (( (જે-એ) કલમ-૧૨ની પેટા કલમ (૬) હેઠળ તાલીમ મોડયુલનો અભ્યાસક્રમ અને શાળા અને એકમો માટેના નિયમનો

(જે-બી) કલમ-૧૪ની પેટા કલમ (૨)ના ખંડ (એ) અને ખંડ (બી) હેઠળ ભયજનક અથવા જોખમી માલ વાહક પરિવહન વાહનોના લાયસન્સના રીન્યુઅલ માટેની શરતો

(જે-સી) કલમ-૧૧ ની પેટા કલમ (૨) ના ત્રીજી જોગવાઇહેઠળ અરજદારની અધિકૃતિની ચકાસણી સતામંડળ જે પધ્ધતિથી કરી શકી તેવી પધ્ધતિ ))

( નોંધઃ- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯ })

કલમ ૨૭માં પેટા કલમ ખંડ (જે) પછી (જે-એ) અને (જે-બી) પછી (જે-સી)

(એલ) કલમ ૮ની પેટા કલમ (૧) હેઠળ લાઇસન્સ આપવા માટેના અધિકારી માટે જોગવાઇ કરતા

(એમ) કલમ ૮-ની પેટા કલમ (૨) કલમ ૯ની પેટા કલમ (૨) અને કલમ ૧૦૫ની પેટા કલમો (૩) અને (૪) હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સ

અને મોટર વાહન ચલાવવાની તાલીમ આપવા માટે શાળા અથવા સંસ્થાનુ નિયમન કરવાના હેતુ માટેના લાઇસન્સ આપવા અને તાજુ કરવા માટે આપવા પાત્ર ફી નિર્દિષ્ટ કરતા

(એન) કલમ ૧૯ની પેટા કલમ (૧)ના ખંડ (એફ) ના હેતુઓ માટે કૃત્યો નિર્દિષ્ટ કરતા

(( (એન-એ) કલમ ૧૯ ની પેટા કલમ (૧-એ) માં સંદર્ભે કરાયા અનુસાર લાઇસન્સ ધારકનું નામ જાહેર સંપર્કમાં મુકવાની રીત

(એન-બી) કલમ-૧૯ ની પેટા કલમ (૨-બી) માં સંદર્ભે કરાયા અનુસાર ડ્રાઇવરની રીફેશર તાલીમ આપવાની રીત અભ્યાસક્રમ અને સમયગાળો ))

(( નોંધઃ- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૨૭માં પેટા કલમ ખંડ (એન) પછી (એન-એ) અને (એન-બી) ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯ ) (ઓ) કલમ ૨૪ની પેટા કલમ (૨)ના હેતુઓ માટે આ અધિનિયમ હેઠળ ગુનાઓ નિર્દિષ્ટ કરતા

(( (ઓએ) ક્લમ ૨૫-એ માં સંદર્ભે કરવામાં આવેલી બધીજ અથવા કોઇપણ બાબતો ))

(( નોંધઃ- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૨૭માં પેટા કલમ ખંડ (ઓ) પછી (ઓ-એ) ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯૪૦૮/૨૦૧૯ ))

(પી) કલમ ૨૬માં જણાવેલ બધી કે ગમે તે કોઇ બાબતો અંગે

(કયુ) કેન્દ્ર સરકાર ઠરાવેલ અથવા તે ઠરાવે તેવી કોઇ પણ અન્ય બાબત અંગે (( સન ૨૦૧૫ ના અધિનિયમ ક્રમાંક – ૩ મુજબ સુધારેલ ))