નિયમો કરવાની રાજય સરકારની સતા - કલમ:૨૮

નિયમો કરવાની રાજય સરકારની સતા

(૧) રાજય સરકાર કલમ ૨૭માં નિર્દિષ્ટ કરેલ બાબતો સિવાયની આ પ્રકરણની જોગવાઇઓનો અમલ કરવા માટે નિયમો કરી શકશે

(૨) પૂવૅવતી સતાની વ્યાપકતાને બાધ આવ્યા વિના તેવા નિયમોથી નીચેની બાબતો માટે જોગવાઇ કરી શકાશે

(એ) લાઇસન્સ અધિકારીઓ અને બીજા ઠરાવેલ અધિકારીઓના નિમણક હકુમત નિયંત્રજ્ઞ અને કાર્યો

(બી) આ પ્રકરણ હેઠળ થાય તે અપીલો અને તેમની સુનાવણી તે અપીલો સબંધીમાં આપવાની ફી અને તે

ફોન રિ (સી) ખોવાયેલા નાશ પાસેલા કે ફાટેલા તુટેલા લાઇસન્સને બદલે લાઇસન્સોની બીજી પ્રત આપવા

બાબત નિરુપયોગી ફોટાને સ્થાને નવા ફોટા મુકવા બાબત તેમજ તે માટે લેવાની ફી

(ડી) હેરફેરના વાહનોના ડ્રાઇવરોએ પહેરવાના બિલ્લા અને ગણવેશ તથા બિલ્લા અંગે ભરવાની ફી (ઇ) કલમ ૮ની પેટા કલમ (૩) હેઠળ તબીબી પ્રમાણપત્ર કાઢી આપવા માટે આપવાની ફી

(એફ) આ પ્રકરણ હેઠળ આપવાની તમામ કે કોઇ ફી અથવા તેના કોઇ ભાગની ચુકવણીમાંથી ઠરાવેલ

વ્યકિતઓને કે વ્યકિતઓના ઠરાવેલા વર્ગોને માફી

(જી) એક લાઇસન્સ અધિકારીએ આપોલા લાઇસન્સની વિગતો બીજા લાઇસન્સ અધિકારીઓને લખી

આપવા જણાવવા બાબત (એચ) જેને હેરફેરના વાહનો ચલાવવાનુ લાઇસન્સ કાઢી આપેલ હોય તેવી વ્યકિતની ફરજો કાર્યો અને ક

(આઇ) આ પ્રકરણની તમામ કે કોઇ જોગવાઇઓમાંથી અથવા તે હેઠળ કરેલા નિયમોની જોગવાઇઓમાંથી રોડ રોલરના ડ્રાઇવરોને માફી

(( (જે) રદ કરવામાં આવેલ છે. )) (કે) ઠરાવવાની ઠરાવી શકાય તેવી બીજી કોઇ બાબત

(( નોંધઃ- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૨૮માં પેટા કલમ ખંડ (જે) રદ કરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯ ))