
કંડકટરના લાઇસન્સ માટેની જરૂરિયાત
(૧) સ્ટેજ કરેજના કંડકટર તરીકે કામ કરવા માટે અધિકાર આપતુ કંડકટરનુ ચાલુ લાઇસન્સ ધરાવ્યા વિના કોલ વ્યકિત સ્ટેજ કેરેજના કંડકટર તરીકે કામ કરી શકશે નહિ અને એવી રીતે લાઇસન્સ આપવામાં ન આવ્યુ હોય તે કોઇ વ્યકિતને સ્ટેજ કેરેજના કંડકટર તરીકે કામ માટે કોઇ વ્યકિતએ નોકરીએ રાખીએ કે એવી નોકરી કરવાની પરવાનગી આપી શકશે નહિ.
(૨) કંડકટરના કાર્યો બજાવતા સ્ટેજ કેરેજના ડ્રેઇવર અથવા એક મહિનાથી વધુ ના હોય તેટલી મુદત માટે કંડકટર તરીકે કામ કરવાને નોકરીએ રખાયેલ વ્યકિતને પેટા-કલમ (૧) જે શરતોએ લાગુ પડશે નહિ તે શરતો રાજય સરકાર ઠરાવી શકશે
Copyright©2023 - HelpLaw