કંડકટરનુ લાઇસન્સ આપવા બાબત - કલમ:૩૦

કંડકટરનુ લાઇસન્સ આપવા બાબત

(૧) કલમ ૩૧ની પેટા કલમ (૧) હેઠળ ગેરલાયક ન હોય અને જેને તે સમયે કંડકટરનુ લાઇસન્સ ધરાવવા કે મેળવવા ગેરલાયક ઠરાવવામાં આવેલ ન હોય તે વ્યકિત તેના ન રહેઠાણ કે ધંધાના વિસ્તારમાં હકુમત ધરાવતા લાઇસન્સ અધિકારીને કંડકટરનુ લાઇસન્સ કાઢી આપવા માટે અરજી કરી શકશે

(૨) પેટા કલમ (૧) મુજબની દરેક અરજી ઠરાવવામાં આવે તે નમુનામાં કરવી જોઇશે અને ઠરાવવામાં આવે તેવી માહિતી હોવી જોઇશે

(૩) કંડકટરના લાઇસન્સ માટેની દરેક અરજી સાથે રજિસ્ટર થયેલ તબીબી વ્યવસાયની સહીવાળુ અને ઠરાવવામાં આવે તેમા નમુના પ્રમાણેનું તબીબી પ્રમાણપત્ર જોડવું જોઇશે અને તેની સાથે અરજદારે તાજેતરમાં પડાવેલા ફોટાની બે સ્પષ્ટ નકલો પણ જોડવી જોઇશે

(૪) આ પ્રકરણ મુજબ કાઢી આપેલુ કંડકટરનુ લાઇસન્સ ઠરાવવામાં આવે તે વિગતવાળુ હોવું જોઇશે અને જે રાજયમાં તે કાઢી આપવામાં આવ્યું હોય તે સમગ્ર રાજયમાં અમલમાં રહેશે

(૫) કંડકટરના લાઇસન્સ માટેની અને દરેક વખતે તે લાઇસન્સ તાજુ કરી આપવા માટેની ફી ડ્રાઇવીંગ લાઇસન્સ માટેની ફી કરતા અડધી રહેશે