કંડકટરના લાઇસન્સ માટેની ગેરલાયકાતો - કલમ:૩૧

કંડકટરના લાઇસન્સ માટેની ગેરલાયકાતો

(૧) અઢાર વષૅની વયની ન થયેલ કોઇ વ્યકિત કંડકટરનુ લાઇસન્સ ધરાવી શકશે નહીં અથવા તેને કંડકટરનુ લાઇસન્સ આપી શકાશે નહીં (૨) નીચેના સંજોગોમાં લાઇસન્સ અધિકારી કંડકટરનુ લાઇસન્સ આપવા ના પાડી શકશે (એ) અરજદાર ઠરાવેલી શૈક્ષણિક લાયકાતો ધરાવતો ન હોય (બી) અરજદારે રજુ કરેલ તબીબી પ્રમાણપત્ર ઉપરથી જણાય કે તે કંડકટર તરીકે કામ કરવાને શારીરિક રીતે અયોગ્ય છે અને

(સી) અરજદાર પાસેનું અગાઉનુ દંડક્ટરનુ લાઇસન્સ રદ કરવામાં આવ્યુ હોય