
રોગ કે અશકતતાને કારણે કંડકટરનુ લાઇસન્સ રદ કરવા બાબત
લાઇસન્સ અધિકારીને એમ માનવાને કારણો હોય કે લાઇસન્સ ધરાવનાર એવા કોઇ રોગ કે અશકતતાથી પીડાય છે કે જેના પરિણામે આવુ લાઇસન્સ ધરાવવા માટે અયોગ્ય ઠરે એવો સંભવ છે તો તે કોઇ સમયે તેને આપેલુ કંડકટરનુ લાઇસન્સ રદ કરી શકશે અને જયાં કંડકટરનુ લાઇસન્સ રદ કરનાર લાઇસન્સ કાઢી આપનાર અધિકારી ન હોય ત્યાં તેણે તે લાઇસન્સ કાઢી આપનાર અધિકારીને આ પ્રમાણે લાઇસન્સ રદ કયૅ ની હકીકત જાણ કરવી જોઇશે પરંતુ કોઇ પણ લાઇસન્સ રદ કરતા પહેલા લાઇસન્સ અધિકારીએ આવુ લાઇસન્સ ધરાવતી વ્યકિતને સુનાવણીની વાજબી તક આપવી જોઇશે
Copyright©2023 - HelpLaw