
ગેરલાયક ઠરાવવા અંગે લાઇસન્સ અધિકારીની સતા
(૧) કોઇ લાઇસન્સ અધિકારીનો અભિપ્રાય એવો હોય કે કંડકટરનુ લાઇસન્સ ધરાવનાર વ્યકિતને તેની કંડકટર તરીકેની અગાઉની વતૅણુકને કારણે આવુ લાઇસન્સ ધરાવવા કે મેળવવા માટે તે વ્યકિતને આવુ પગલુ ભરવા માટેના કારણોની લેખિત નોંધ કરીને એક વષૅથી વધુ ન હોય તેટલી નિર્દિષ્ટ કરેલી મુદત માટે ગેરલાયક ઠરાવવાનો હુકમ કરી શકશે (૨) આવો કોઇ હુકમ કાઢવામાં આવે એટલે કંડકટરનુ લાઇસન્સ ધરાવનારે
લાઇસન્સ અગાઉ સોંપી દીધેલ ન હોય તો હુકમ કરનાર અધિકારીને તરત જ તે લાઇસન્સ સોંપી દેવુ જોઇશે અને ગેરલાયક પુરી ન થાય અથવા દૂર કરવામાં ન આવે ત્યાં સુધી સદરહું અધિકારીએ તે દાસ-સ પોતાની પાસે રાખવુ જોઇશે
પરંતુ લાઇસન્સ ધરાવનારને ગેરલાયક ધરાવનારને ગેરલાયક ઠરાવનાર અધિકારી લાઇસન્સ કાઢી આપનાર અધિકારી ન હોય તો તે લાઇસન્સ કાઢી આપનાર અધિકારીને આવી ગેરલાયકાત ઠરાવ્યાની જાણ કરવી જોઇશે
(૩) આ કલમ હેઠળ કંડકટરનુ લાઇસન્સ ધરાવનારને ગેરલાયક ઠરાવનાર અધિકારી લાઇસન્સ કાઢી આપનાર અધિકારી ન હોય તો તે લાઇસન્સ કાઢી આપનાર અધિકારીને આવી ગેરલાયકાત ઠરાવ્યાની જાણ કરવી જોઇશે
(૪) પેટા કલમ (૧) મુજબ કરેલ હુકમથી નારાજ થયેલ કોઇ વ્યક્તિ તેના ઉપર હુમ બજાવ્યાની તારીખથી ત્રીસ દિવસની અંદર ઠરાવેલા અધિકારીને અપીલ કરી શકશે અને ઠરાવેલ અધિકારી તે વ્યકિતને અને હુકમ કરનાર અધિકારીનુ સુનાવણીની તક આપ્યા પછી તે અપીલનો નિણૅય કરશે અને અપીલ અધિકારીનો નિણૅય હુકમ કરનાર અધિકારીને બંધનકૉ । રહેશે.
Copyright©2023 - HelpLaw