
ગેરલાયક ઠરાવવાની કોર્ટની સતા
(૧) કંડકટરનુ લાઇસન્સ ધરાવનાર કોઇ વ્યકિતએ આ અધિનિયમ હેઠળનો ગુનો કયાનુ સાબિત થયુ હોય ત્યારે તે વ્યકિતનો ગુનો સાબિત કરાવનાર કોર્ટે કાયદાથી કરી શકાતી બીજા કોઇ શિક્ષા કરવા ઉપરાંત તે રીતે જેનો ગુનો સાબિત થયેલ હોય તે વ્યકિતને કોર્ટ નિર્દિષ્ટ કરે તેટલી મુદત સુધી કંડકટરનુ લાઇસન્સ ધરાવવા ગેરલાયક જાહેર કરી શકશે (૨) આ અધિનિયમ હેઠળના ગુનાની સાબિતી ઉપર જે કોર્ટમાં અપીલ પદાં શકે તે કોટૅ આવી કોટૅ કરેલો ગેરલાયક ઠરાવવાનો કોઇ હુકમ રદ કરી શકશે અથવા તેમાં ફેરફાર કરી શક્શે અને જે ગુનાની સબિતીના સબંધમાં આવો હુકમ થયો હોય તે ગુનાની સાબિતી ઉપર અપીલ ન થઇ શક્તિ હોય છતા નીચલી કોટૅ ઉપર સાધારણ રીતે જે કોટૅમાં અપીલો થઇ શકે તે કોટૅ નીચલી કોર્ટે કરેલો ગેરલાયક ઠરાવવાનો કોઇ હુકમ રદ કરી શકશે અથવા તેમાં ફેરફાર કરી શકો
Copyright©2023 - HelpLaw