નિયમો કરવાની રાજય સરકારની સતા - કલમ:૩૮

નિયમો કરવાની રાજય સરકારની સતા

(૧) રાજય સરકાર આ પ્રકરણની જોગવાઇઓનો અમલ કરવા માટે નિયમો કરી શકશે (૨) પુવૅવતી સતાની વ્યાપકતાને બાધ આવ્યા વિના તે નિયમોથી નીચેની બાબતો માટે જોગવાઇ કરી શકાશે (એ) આ પ્રકરણ હેઠળના લાઇસન્સ અધિકારીઓ અને બીજા ઠરાવેલ અધિકારીઓના નિમણુક હકુમત

નિયંત્રણ અને કાર્યો (બી) કંડકટરના કાર્યો બજાવતા સ્ટેજ કેરેજોના ડ્રાઇવરો અને કંડકટરના કાર્યો કરવા હંગામી નોકરીએ રાખયેલ વ્યકિતઓને કલમ ૨૯ની પેટા કલમ (૧)ની જોગવાઇઓમાંથી જ મુકત રાખવા માટેની શરતો

(સી) કંડકટરોની ઓછામાં ઓછી લાયકાતો તેમના ફરજો અને કાર્યો અને જે વ્યકિતઓ કંડકટરોના લાઇસન્સો કાઢી આપવામાં આવે તેમની વર્તણુક

(ડી) કંડકટરના લાઇસન્સો કાટેની અથવા આવા લાઇસન્સો તાજા કરવા માટેની અરજીનો નમૂનો અને તેમા જણાવવાની વિગતો

(ઇ) કંડકટરના લાઇસન્સોની અથવા તે તાજુ કરવાનો નમૂનો તેમજ તેમા જણાવવાની વિગત

(એફ) ખોવાયેલા નાશ પામેલા કે ફાટેલા તુટેલા લાઇસન્સોને બદલે લાઇસન્સોની બજી પ્રત આપવા બદલ તેમજ જે ફોટા નિરુપયોગી થઇ ગયા હોય તે ફોટા બદલવા બાબત અને તે માટે લેવાની ફી

(જી) આ પ્રકરણ હેઠળ દાખલ કરવામાં આવે તે અપીલોના સંચાલન અને સુનાવણી તે અપીલોના સબંધમાં આપવાની ફી અને તે ફીનુ રિફંડ પરંતુ એવી રીતે નકકી કરેલી કોઇ ફી બે રૂપિયાથી વધારે હોવી જોઇશે નહીં (આઇ) રજિસ્ટર થયેલ તબીબી વ્યવસાયીઓએ કલમ ૩૦ની પેટા કલમ (૩)માં ઉલ્લેખેલા પ્રમાણપત્ર આપવા બાબત અને આવા પ્રમાણપત્રોના નમુના

(જે) જેને આધીન રહીને ને જેટલા પ્રમાણમાં બીજા રાજયમાં કાઢી આપેલ કંડકટરના લાઇસન્સ તે રાજયમાં અમલમાં રહેશે તે શરતો અને પ્રમાણ

(કે) એક અધિકારીએ બીજા અધિકારીઓને કંડકટરના લાઇસન્સોની વિગતો મોકલવા બાબત અને (એલ) ઠરાવવાની કે ઠરાવી શકાય તેવી બીજી કોઇ બાબત