નોંધણીની જરૂરિયાત - કલમ:૩૯

નોંધણીની જરૂરિયાત

(૧) આ પ્રકરણ અનુસાર વાહન નોંધાયેલ હોય અને વાહનની નોંધણીનુ પ્રમાણપત્ર મોકૂફ કે રદ કરાયેલ ન હોય અને ઠરાવેલી રીતે તે વાહન ઉપર નોંધણી ચિન્હો દશૅ વાયેલ હોય તે સિવાય કોઇ જાહેર જગામાં અથવા બીજી કોઇ જગામાં કોઇ વ્યકિત કોઇ મોટર વાહન ચલાવી શકશે નહીં અને કોઇ મોટર વાહનનો માલિક વાહન ચલાવવી કે ચલાવવાની પરવાનગી આપી શકશે નહીં

પરંતુ કેન્દ્ર સરકાર ઠરાવે તેવી શરતોને આધીન રહીને વેપારીના કબજામાંના મોટર વાહનને આ કલમમાંનો કોઇ મજકૂર લાગુ પડશે નહીં.