નોંધણી કરવાની રીત - કલમ:૪૧

નોંધણી કરવાની રીત

(૧) મોટર વાહનના માલિક અથવા માલિકની વતી મોટર વાહનની નોંધણી માટેની અરજી કેન્દ્ર સરકાર ઠરાવે તેવા નમુના પ્રમાણે કરવી જોઇશે અને તેની સાથે ઠરાવેલ હોય તેવા દસ્તાવેજો વિગતો અને માહિતી હોવી જોઇશે. પરંતુ એક કરતા વધુ વ્યકિતઓ મોટર વાહનના સંયુકત માલિકો હોય તો તમામ માલિકો વતી તેમનામાંથી એકે અરજી કરવી જોઇશે અને તે અરજદારને આ અધિનિયમના હેતુઓ માટે મોટર વાહનના માલિક ગણવામાં આવશે (( વધુ જોગવાઇ કરવામાં આવે છે કે રાજયમાં નવા મોટર વાહનની નોંધણી કરાવાવ માટેની અરજી આવા મોટર વાહનના ડિલર

દ્વારા કરવામાં આવે તે કિસ્સામાં જે રાજયમાં ડિલર હોય તે રાજયમાં તેવી અરજી કરવાની રહેશે )) (( નોંધ:- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૪૧ ની પેટા કલમ (૧) માં જોગવાઇ ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯ }}

(૨) પેટા કલમ (૧)માં ઉલ્લેખેલ અરજી સાથે કેન્દ્ર સરકાર ઠરાવે તેવી ફી જોડવી જોઇશે (૩) નોંધણી અધિકારીએ પોતે નોંધેલા મોટર વાહનના માલિકને કેન્દ્ર સરકાર ઠરાવે તેવા નમુનામાં અને તેવી વિગતો અને તેવી રીતે નોંધણીનુ પ્રમાણપત્ર આપવું જોઇશે

(૪) નોંધણી પ્રમાણપત્રમાં સમાવિષ્ટ કરવી જોઇતી બીજી વિગતો ઉપરાંત કેન્દ્ર સરકાર મોટર વાહનની ડિઝાઇન રચના અને ઉપયોગને ધ્યાનમાં લઇને ગેઝેટમાં જાહેરનામુ પ્રસિધ્ધ કરીને નિર્દિષ્ટ કરે તેવો મોટર વાહનનો પ્રકાર નિર્દિષ્ટ કરવો જોઇ (૫) નોંધણી પ્રમાણપત્રમાં કેન્દ્ર સરકાર ઠરાવે તેવા નમુનામાં અને તેવી રીતે રાખવાના રજીસ્ટરમાં પેટા કલમ (૩)માં ઉલ્લેખેલ

પ્રમાણપત્રની વિગતો દાખલ કરવી જોઇશે

(૬) નોંધણી અધિકારીએ કેન્દ્ર સરકાર વખતોવખત ગેઝેટમાં જાહેરનામુ પ્રસિધ્ધ કરીને રાજયને ફાળવે તેવા અક્ષરોના ગ્રુપ પૈકી એક

ગ્રુપ અને તેની પાછળ એવા આંકડાવાળા ઓળખચિન્હ (જેનો આ અધિનિયમમાં નોંધણી ચિન્હ) તરીકે ઉલ્લેખ કર્યો છે તે વાહન ઉપર દર્શાવવા માટે વાહનને આપવો જોઇશે અને કેન્દ્ર સરકાર રાવે તેવા નમુનામાં અને તેવી રીતે મોટર વાહન ઉપર પ્રદર્શિત કરવો અને દર્શાવવો જોઇશે

(( જોગવાઇ કરવામાં આવે છે કે નવા મોટર વાહનના કેસમાં તેની નોંધણી માટેની અરજી પેટા કલમ (૧) ના બીજા પ્રોવિઝો હેઠળ

કરવામાં આવેલ હોય આવા મોટર વાહનને તેની ઉપર કેન્દ્ર સરકારે નિર્દિષ્ટ કરાવેલ હોય દેખાય તેવી રીતે દેખાય તેવી રજીસ્ટ્રેશન માર્કે

લગાડવામાં આવે ત્યાં સુધી તેવું મોટર વાહન આપી શકાશે નહિ. )) (( નોંધ:- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૪૧ ની પેટા કલમ (૬) માં જોગવાઇ ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯ }}

(૩) આ અધિનિયમના આરંભ પહેલા કે પછી હેરફેરના વાહન સિવાયના મોટર વાહનના સબંધમાં પેટા ક્લમ (૩) હેઠળ આપેલ

નોંધણી પ્રમાણપત્ર આ અધિનિયમમાં જણાવેલી જોગવાઇઓને આધીન રહીને એવુ પ્રમાણપત્ર કાઢી આપ્યાની તારીખથી પંદર વર્ષની મુદત સુધી જ કાયદેસર ગણાશે અને તાજુ કરી શકાશે

(૮) નોંધણી પ્રમાણપત્ર તાજુ કરવા માટે હેરફેરના વાહન સિવાયના મૉટર વાહનના માલિક અથવા તેના વતી કરવાની અરજી કેન્દ્ર

સરકાર ઠરાવે તેવા નમુનામાં તેવી વિગતોવાળુ અને માહિતીવાળી અને તેવી મુદતની અંદર કરવી જોઇશે (૯) પેટા કલમ (૮)માં ઉલ્લેખ અરજી સાથે કેન્દ્ર સરકાર ઠરાવે તેવી ફી જોડવી જોઇશે

(૧૦) કલમ ૫૬ની જોગવાઇઓને આધીન રહીને નોંધણી અધિકારી પેટા કલમ (૮) હેઠળ અરજી મળ્યે પાંચ વષૅની મુદત માટે નોંધણી પ્રમાણપત્ર તાજુ કરી શકશે અને જો તે અસલ નોંધણી અધિકારી ન હોય તો અસલ નોંધણી અધિકારીને હકીકતો જણાવવ જોઇરો

(( જોગવાઇ કરવામાં આવે છે કે કેન્દ્ર સરકાર વિવિધ પ્રકારના મોટર વાહનોના રીન્યુઅલ માટે વિવિધ સમયગાળો નિર્દિષ્ટ કરશે.)) (( નોંધઃ- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ લમ ૪૧ ની પેટા કલમ (૧૦) માં જોગવાઇ ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯ )) (૧૧) રદ કરવામાં આવેલ છે

. (૧૨) રદ કરવામાં આવેલ છે.

(૧૩) રા કરવામાં આવેલ છે. (( નોંધઃ- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૪૧ ની પેટા કલમ (૧૧), (૧૨) તથા (૧૩) રદ કરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯ ))

(૧૪) નોંધણી પ્રમાણપત્રની બીજી નકલ કાઢી આપવા માટેની અરજી કેન્દ્ર સરકાર ઠરાવે તેવા નમુનામાં તેવી વિગતોવાળી અને માહિતી તેમજ તેવી ફી સાથે ઉપર નોંધણી અધિકારોને કરવી જોઇશે