રાજનિયક અધિકારીઓ (Diplomatic officers) વગેરેના મોટર વાહનોની નોંધણી માટે ખાસ જોગવાઇ - કલમ:૪૨

રાજનિયક અધિકારીઓ (Diplomatic officers) વગેરેના મોટર વાહનોની નોંધણી માટે ખાસ જોગવાઇ

(૧) કલમ ૪૧ની પેટા કલમ (૧) હેઠળ મોટર વાહનની નોંધણી માટેની અરજી કોઇ રાજનયિક અધિકારીએ કે તેના વતી અથવા કોન્સ્યુલર કચેરીના અધિકારીએ તેના વતી કરેલ હોય ત્યારે તે કલમની પેટા કલમ (૩) કે પેટા કલમ (૬)માં ગમે તે મજકૂર હોય તે છતા નોંધણી અધિકારીને પેટા કલમ (૩) મુજબ કેન્દ્ર સરકાર આ અથૅ કરેલા નિયમોથી જોગવાઇ કરવામાં આવે તે રીતે અને તે કાર્યરીતિ અનુસાર સદર. વાહનની નોંધણી કરવી જોઇશે અને તે નિયમોની જોગવાઇઓ અનુસાર તે વાહન ઉપર દર્શાવવા માટે ખાસ નોંધણી ચિન્હ વાહનને આપવુ જોઇશે તેમજ આ કલમ મુજબ વાહન નોંધાયેલુ છે એ જાતનું એક પ્રમાણપત્ર કાઢી આપવું જોઇશે અને આ પ્રમાણે નોંધાયેલું કોઇ વાહન રાજનયિક અધિકારી કે કોન્સ્યુલર કચેરીના અધિકારીની માલિકીનુ રહે ત્યા સુધી તેની આ અધિનિયમ હેઠળ બીજી રીત નોંધણી કરવાની જરૂર રહેશે નહીં.

(૨) આ કલમ મુજબ નોંધાયેલુ કોઇ વાહન કોઇ રાજનયિક અધિકારીની કે કોન્સ્યુલર કચેરીના અધિકારીની માલિકીનું રહે નહીં ત્યારે આ કલમ મુજબ કાઢી અપાયેલ નોંધણીનુ પ્રમાણપત્ર પણ અસરકૉ । નહીં અને તેમ થયે કલમ ૩૯ અને ૪૦ની જોગવાઇઓ લાગુ પડશે

(૩) કેન્દ્ર સરકાર રાજનપિંક અધિકારીઓની અને કોન્સ્યુલર કચેરીના અધિકારીઓની માલિકીના મોટર વાહનોની નોંધણી માટે તે મોટર વાહનોની નોંધણી કરતી વખતે નોંધણી અધિકારીએ અનુસરવાની કાર્યરીતિ તે વાહનોની નોંધણી પ્રમાણપત્રો મોકલવાની રીત અને તે વાહનોને આપવાની ખાસ નોંધણી ચિન્હો બાબતમાં નિયમો કરી શકશે

(૪) આ કલમના હેતુઓ માટે રાજનધિક અધિકારી અથવા કોન્સ્યુલર કચેરીના અધિકારી એટલે કેન્દ્ર સરકારે એ રીતે માન્ય કરેલ હોય તે કોઇ વ્યકિત અને કોઇ વ્યકિત આવો અધિકારી છે કે નહીં એવો કોઇ પ્રશ્ન ઊભો થાય ત્યારે તે ઉપરનો કેન્દ્ર સરકારનો નિર્ણય આખરી રહેશે