
હંગામી નોંધણી
કલમ ૪૦માં કાંઇપણ આવેલુ ય તેમ છતા મોટર વાહનનો માલીક ઇચ્છે તો નોંધણી સતા અથવા અન્ય કોઇ સતા અધિકારીને રાજય સરકારે વાહનની કામચલાઉ નોંધણી માટે નિર્દિષ્ટ કરેલ હોય તેને અરજી કરી શકશે અને આવા સતા અધિકારી કેન્દ્ર સરકારે બનાવેલા હોય તેવા નિયમોની સુસંગતામાં કામચલાઉ નોંધણી માટૅ અને કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર કાઢી આપશે.
જોગવાઇ કરવામાં આવી છે કે રાજય સરકાર એક મોટર વાહન જે હંગામી ધોરણ માટે રાજય સાથે નોંધાયેલ હોઇ ને નોંધણીનું પ્રમાણપત્ર અને નોંધણીનું નિશાન એક મહિનાની મુદત માટે રાજય સરકાર નિયત કરે તેવી પધ્ધતિથી નોંધી શકશે. (( નોંધ:- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ-૪૩ નવેસરથી મૂકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
Copyright©2023 - HelpLaw