નોંધણી વખતે મોટર વાહન રજુ કરવા બાબત - કલમ:૪૪

નોંધણી વખતે મોટર વાહન રજુ કરવા બાબત

(૧) કેન્દ્ર સરકારે આ માટે નિર્દિષ્ટ કરે તેવી શરતો અને બોલીઓને આધીન અધિકૃત ડિલરે વેચાણ કરેલ મોટર વાહનને રજીસ્ટ્રીંગ સતા અધિકારી સમક્ષ તેની પ્રથમવારના રજીસ્ટ્રેશન માટે રજૂ કરવાનું રહેશે નહિ.

(ર) જય સરકારે નિર્દિષ્ટ કરેલી હોય તેવી શરતો અને બીલીઓને આધીન જે

વ્યકિતના નામે રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર કાઢી આપવામાં આવેલ હોય તેવી વ્યકિતએ

નોંધાયેલ અથવા તબદિલ કરાવેલ વાહનને રજિસ્ટ્રીંગ સતા સમક્ષ રજૂ કરવાનું રહેશે નહિ. (( નોંધઃ- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ-૪૪ નવેસરથી મૂકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯ ))