નોંધણી કરવાની અથવા નોંધણી પ્રમાણપત્ર તાજુ કરવાની ના પાડવા બાબત - કલમ:૪૫

નોંધણી કરવાની અથવા નોંધણી પ્રમાણપત્ર તાજુ કરવાની ના પાડવા બાબત

કોઇ પણ મોટર વાહન નોંધવાની અથવા હેરફેરના વાહન સિવાયનુ મોટર વાહનના સબંધમાં નોંધણી પ્રમાણપત્ર તાજુ કરવાની ના પાડવાના બેમાંથી કોઇ કિસ્સામાં નોંધણી અધિકારીને એવુ માનવાને કારણ હોય કે તે ચોરીના મોટર વાહન છે અથવા યાંત્રિક ખામીવાળુ છે અથવા આ અધિનિયમની અથવા તે હેઠળ કરેલા નિયમોની જરૂરિયાતોનુ પાલન કર્યું। સિવાયનું છે અથવા અરજદાર તે વાહનની અગાઉની કોઇ નોંધણીની વિગતો ન આપે અથવા એવુ વાહન નોંધવા માટેની અથવા તેને નોંધણીનુ પ્રમાણપત્ર તાજુ કરવાની અજીમાં ભુલવાળી વિગતો આપે તો બેમાંથી કોઇ પણ કિસ્સામાં હુકમ કરીને નોંધણી અધિકારી તે મોટર વાહન નોંધવાની ના પાડી શકશે અને જેના વાહનની નોંધણી કરવાની ના પાડવામાં આવી હોય અથવા નોંધણી પ્રમાણપત્ર તાજુ કરવાની ના પાડવામાં આવી હોય તે અરજદારને તેણે તેવી રીતે ના પાડવાના કારણો સહિત તેવા હુકમની નકલ આપવી જોઈશે.