બીજા રાજયમાં મોટર વાહન લઇ જવામાં આવે ત્યારે નવુ નોંધણી ચિન્હ આપવા બાબત - કલમ:૪૭

બીજા રાજયમાં મોટર વાહન લઇ જવામાં આવે ત્યારે નવુ નોંધણી ચિન્હ આપવા બાબત

(૧) જયારે કોઇ મોટર વાહન એક રાજયમાં નોંધાવવામાં આવ્યુ હોય અને બીજા રાજયમાં બાર મહિનાથી વધુ મુદત માટે રાખવામાં આવ્યુ હોય ત્યારે તે મોટર વાહનના માલિકે તે વખતે જેની હકુમતમાં તે વાહન હોય તે નોંધણી અધિકારીને કેન્દ્ર સરકાર ઠરાવે તેટલી મુદતની અંદર અને તેવી વિગતોવાળા નમુના મુજબ નવુ નોંધણી ચિન્હ આપવા માટે અરજી કરવી જોઇશે અને તે નોંધણી અધિકારી સમક્ષ નોંધણીનુ પ્રમાણપત્ર રજુ કરવુ જોઇએ પરંતુ પેટા કલમ હેઠળની અરજી સાથે

(૧) આ કલમ ૪૮ હેઠળ મેળવેલા ના-વાંધા પ્રમાણપત્ર અથવા (૨) આવુ કોઇ પ્રમાણપત્ર મેળવવામાં આવ્યું ન હોય તે કિસ્સામાં (એ) કલમ ૪૮ની પેટા કલમ (૨) હેઠળ મેળવેલી પહોચ અથવા

(બી) કલમ ૪૮માં ઉલ્લેખેલ નોંધણી અધિકારીને પહોચવાળી રજિસ્ટર ટપાલ દ્વારા આ અર્થે અરજી મોકલી હોય તો વાહનના માલિકે મેળવેલી ટપાલ પહોંચ

એવા એકરાર સહિત જોડવી જોઇશે કે આવુ પ્રમાણપત્ર આપવાની ના પાડતા એવા અધિકારી પાસેથી કોઇ ખબર મળી નથી અથવા જેને આધિન રહીને આવુ પ્રમાણપત્ર મંજુર કરી શકાશે તેવા કોઇ આદેશોનુ પાલન કરવાનુ પોતાને ફરમાવ્યુ છે. વધુમાં મોટર વાહન ભાડાખરીદ પટ્ટે અથવા સાન ગીરોના કબુલાતનામાં હેઠળ ધરાવેલ છે ત્યારે તે કિસ્સામ આ પેટા કલમ હેઠળની અરજી સાથે જેની સાથે આવી કબુલાત કરી હોય તે વ્યકિત પાસેથી ના વાંધા પ્રમાણપત્ર જોડવુ જોઇશે અને કલમ ૫૧ની જોગવાઇઓ જેટલે સુધી જેની સામે આવી કબુલાત કરવામાં આવી હોય તે વ્યકિત પાસેથી આવુ પ્રમાણપત્ર મેળવવા સબધી હોય તેટલે સુધી લાગુ પડશે નહીં.

(૨) પેટા કલમ (૧) હેઠળ જેને અરજી કરવામાં આવી હોય તે નોંધણી અધિકારીએ કલમ ૬૨ હેઠળ મળેલ પત્રકો હોય તો તેની પોતે યોગ્યપણે તેવી ખરાઇ કર્યા પછી તે વાહન ઉપર ત્યાર પછી રાખવાનુ કલમ ૪૧ પેટા કલમ (૬) માં નિર્દિષ્ટ કર્યો । પ્રમાણેનુ નોંધણી ચિન્હ તે વાહનને આપવુ જોઇશે અને નોંધણીનુ પ્રમાણપત્ર અરજદારને પાછુ આપતા પહેલા પ્રમાણપત્રમાં તે ચિન્હ દાખલ કરવુ જોઇશે અને અગાઉ એ મોટર વાહન જે નોંધણી અધિકારીના રેકડૅમાંથી તે મોટર વાહનની નોંધણીની હકીકત પોતાના રેકર્ડમાં બદલાવવા માટે ગોઠવણ કરવી જોઇશે

(૩) મોટર વાહન ભાડા ખરીદ અથવા પટ્ટે અથવા સાન ગીરોની કબુલાત હેઠળ ધરાવેલ હોય તો નોંધણી અધિકારીએ પેટા કલમ (૨) હેઠળ નોંધણી ચિન્હ વાહનને આપ્યા પછી જેની સાથે નોંધાયેલ માલિકે ભાડા ખરીદ અથવા પટ્ટાની અથવા સાન ગીરોની કબુલાત કરી હોય તેની સામે વ્યકિત તરીકે નોંધણી પ્રમાણપત્રમાં જેનુ નામ નિદિષ્ટ કરવામાં આવ્યુ હોય તે વ્યકિતને (સદરહુ નોંધણી ચિન્હ આપવાની હકીકત નોંધણી પ્રમાણપત્રમાં નોંધેલ વ્યકિતના સરનામે યોગ્ય પહોંચવાળા રજિસ્ટર ટપાલ દ્વારા એવી વ્યકિત ઉપર નોટીશ મોકલીને) જાણ કરવી જોઇશે

(૪) કોઇ રાજયમાં લાવવામાં આવેલ અથવા તે સમયે રાજયમાં હોય તેવા તે રાજયમાં નહીં નોંધાયેલા વાહન તથા તેની નોંધણી અંગે ઠરાવવામાં આવે તેવી માહિતી રાજયમાંના ઠરાવેલા અધિકારીને આપવાની તેના માલિકને ફરજ પાડતા નિયમો રાજય સરકાર કલમ ૬૫ હેઠળ કરી શકશે

(૫) ઠરાવેલી મુદતની અંદર પેટા કલમ (૧) હેઠળની અરજી માલિક કરે નહીં તો નોંધણી અધિકારી કેસના સંજોગોને ધ્યાનમાં લઇને કલમ ૧૭૭ હેઠળ તેની સામે લઇ શકાય તેવા પગલાના બદલામાં પેટા કલમ (૭) હેઠળ ઠરાવવામાં આવે તેવી એકસો રૂપિયા કરતા વધુ ન હોય તેટલી રકમ ભરવાનુ માલિકને ફરમાવી શકાશે પરંતુ લમ ૧૭૭ હેઠળનું પગલું જયારે માલિક સદરહુ રકમ ભરે નહીં ત્યારે જ માલિક સામે લેવામાં આવશે (૬) પેટા કલમ (૫) હેઠળની રકમ માલિકે ભરી હોય ત્યારે કલમ ૧૭૭ હેઠળ તેની સામે કોઇ પગલા લઇ શકાશે નહીં (૭) પેટા કલમ (૫)ના હેતુઓ માટે રાજય સરકાર પેટા કલમ (૫) હેઠળની અરજી કરતી વખતે માલિકના પક્ષે થયેલ વિલંબની મુદતને ધ્યાનમાં લઇ જુદી જુદી રકમો ઠરાવી શકશે.