ના-વાંધા પ્રમાણપત્ર - કલમ:૪૮

ના-વાંધા પ્રમાણપત્ર

(૧) મોટર માલિક કલમ ૪૭ની પેટા કલમ (૧) હેઠળ નવુ નોંધણી ચિન્હ આપવા માટે અરજી કરે અથવા મોટર વાહન નોંધણી કરનાર રાજય સિવાયના રાજયમાં તેની તબદીલી કરાવવાની હોય તો આવા વાહનની તબદીલીથી આપનારે કલમ ૫૦ની પેટા કલમ (૧) હેઠળ તબદીલીનો રિપોટૅ કમૅ હોય ત્યારે તેણે કેન્દ્ર સરકાર । ઠરાવે તેવા નમુનામાં અને તેવી રીતે જેણે તે વાહન પ્રમાણપત્ર (જેનો આમા હવે પછી ના વાંધા પ્રમાણપત્ર તરીકે ઉલ્લેખ કયૅ । છે તે) કાઢી આપવા માટે નોંધ્યું હોય તે નોંધણી અધિકારીને એવી મતલબની અરજી કરવી જોઇશે કે નોંધણી અધિકારીને તે વાહનને નવુ નોંધણી ચિન્હ આપવા માટે અથવા પ્રસંગ પ્રમાણે નોંધી પ્રમાણપત્રમાં માલિકીની તબદીલીની વિગતો નોંધવા માટે કોઇ વાંધો નથી. (૨) નોંધણી અધિકારીએ પેટા કલમ (૧) હેઠળની અરજી મળ્યે કેન્દ્ર સરકાર ઠરાવે તેવા નમુનામાં પહોંચ

આપવી જોઇશે. (૩) પેટા કલમ (૧) હેઠળ અરજી મળ્યે નોંધણી અધિકારી પોતાને યોગ્ય લાગે તેવી તપાસ કર્યું ! પછી અને તેવા આદેશોનુ પાલન કરવાનુ અરજદારને ફરમાવ્યા પછી અને તે મળ્યાના ત્રીસ દિવસની અંદર લેખિત હુકમ કરીને ના વાંધા પ્રમાણપત્ર આપવામાં આવ્યુ છે અથવા આપવાની ના પાડવામાં આવી છે તેવી અરજદારને જાણ કરી શકશે પરંતુ નોંધણી અધિકારીએ ના વાંધા પ્રમાણપત્ર આપવાની ના પાડવાના કારણોની લેખિતમાં નોંધ કરી હોય તે સિવાય અને તેની અરજદારોને જાણ કરવામાં આવી હોય તે સિવાય તેમ કરી શકશે નહીં. (૪) પેટા કલમ જણાવેલી ત્રીસ દિવસની અંદર નોંધણી અધિકારી ના વાંધા પ્રમાણપત્ર આપવાની ના પાડી નથી અરજદારને ના પાડવાની જાણ કરી નથી ત્યારે નોંધણી અધિકારી ના વાંધા પ્રમાણપત્ર આપવામાં આવ્યુ હોવાનું ગણાશે

(૫) ના વાંધા પ્રમાણપત્ર આપતા પહેલા અથવા આપવાની ના પાડતા પહેલા નોંધણી અધિકારીએ સબંધિત મોટર વાહનની ચોરીને લગતો કોઇ કેશ નોંધવામાં આવ્યો નથી અથવા નિકાલ બાકી નથી તેવો પોલીસ પાસેથી રિપોર્ટ મેળવવો જોઇશે તે મોટર વાહનના સબંધમાં રોડ ટેકસ સહિત સરકારની તમામ લેણી રકમ ભરવામાં આવી છે કે કેમ તેની ખરાઇ કરવી જોઇશે અને કેન્દ્ર સરકાર ઠરાવે તેવી બીજી હકીકતો ધ્યાનમાં લેવી જોઇશે

(૬) વાહનના માલિકે લેખિતમાં બનતી ત્વરાએ પોતાના વાહનની ચોરી થયા વિશે નોંધણી સતાવાળાઓને જાણ કરવી જોઇશે જેમા જે પોલીસ સ્ટેશનમાં ચોરી અંગે ફરિયાદ કરેલ હોય તે પોલીસ સ્ટેશનનુ નામ પણ જણાવવુ જોઇશે નોંધણી સતાવાળાઓ આવી ખબરને જયારે ના વાંધા પ્રમાણપત્ર રજીસ્ટ્રેશન માલિકીની તબદીલી અગર નોંધણી પ્રમાણપત્રની બીજી નકલ (ડુપ્લીકેટ) આપવા અંગેની અરજીના સમય ધ્યાનમાં રાખશે.