રહેણાંક કે ધંધાની જગા બદલવા બાબત. - કલમ:૪૯

રહેણાંક કે ધંધાની જગા બદલવા બાબત.

(૧) મોટર વાહનનો માલિક વાહનની નોંધણીના પ્રમાણપત્રમાં નોંધેલા સરનામાવાળી જગાએ રહેતો અથવા પોતાનો ધંધો ચલાવતો બંધ થાય તો તેણે સરનામામાં તેવા ફેરફાર થયાના ત્રીસ દિવસની અંદર નોંધણીનુ પ્રમાણપત્ર આપનાર અધિકારીને અથવા જો તે નવુ સરનામુ બીજા કોઇ નોંધણી અધિકારીની હકુમત હેઠળ હોય તો તે બીજા નોંધણી અધિકારીને કેન્દ્ર સરકાર ઠરાવે તેવા નમુનામાં અને તેવા દસ્તાવેજો જોડીને પોતાનુ નવુ સરનામુ જણાવવુ જોઇશે અને મોટર વાહનની નોંધણીના પ્રમાણપત્રમાં નવું સરનામુ દાખલ કરવામાં આવે તે માટે તે નોંધણીનુ પ્રમાણપત્ર તેણે તે જ વખતે નોંધણી અધિકારીને અથવા પ્રસંગ પ્રમાણે બીજા નોંધણી અધિકારીને મોકલી આપવુ જોઇશે

(૧-એ) પેટા કલમ (૧) હેઠળ અપાયેલી જાણકારી યોગ્ય નોંધણી સતાને કેન્દ્ર સરકારે નિર્દિષ્ટ કરેલ હોય તેવા ઇલેકટ્રોનિક નમૂનામાં અને અધિકૃતતાના પુરાવા સહિત મોકલવાની રહેશે. (૨) મોટર વાહનના માલિક પેટા કલમ (૧)માં નિર્દિષ્ટ કરેલી મુદતની અંદર સબંધિત નોંધણી અધિકારીને તેના નવા સરનામાની જાણ ન કરે તો નોંધણી અધિકારી કેસના સંજોગોને ધ્યાનમાં લઇને કલમ ૧૭૭ હેઠળ તેની સામે લઇ શકાય તેવા પગલાના બદલામાં પેટા કલમ (૪) હેઠળ ઠરાવવામાં આવે તેવી એકસો રૂપિયા કરતા વધુ ન હોય તેટલી રકમ ભરવાનુ માલિકને ફરમાવી શકશે પરંતુ કલમ ૧૭૭ હેઠળનુ કોઇ પગલુ સદરહુ માલિક ન ભરે ત્યારે જ તેની સામે લઇ શકશે ન

(૩) પેટા કલમ (૨) હેઠળની રકમ તે વ્યકિત ભરી દે ત્યારે તેની સામે કલમ ૧૭૭ હેઠળ કોઇ પગલા લઇ શકાશે નહીં. (૪) પેટા કલમ (૨)ના હેતુઓ માટે રાજય સરકાર પોતાના નવા સરનામાની જાણ કરવામાં વિલંબની મુદતને ધ્યાનમાં લઇને જુદી જુદી રકમો ઠરાવી શકશે

(૫) પેટા કલમ (૧) હેઠળની જાણ મળ્યે નોંધણી અધિકારી પોતાને યોગ્ય લાગે તેવી ખરાઇ કર્યું પછી નોંધણી પ્રમાણપત્રમાં નવુ સરનામુ નોંધાવડાવી શકશે

(૬) એવી કોઇ નોંધ કરનાર મુળ નોંધણી અધિકારી સિવાયના નોંધણી અધિકારીએ મુળ નોંધણી અધિકારીને એવુ નવુ સરનામુ લખી જણાવવું જોઇશે (૭) છ મહિનાથી વધુ મુદત માટે કરવા નહિ ધારેલી હમાગી ગેરહાજરીને લઇને નોંધણીના પ્રમાણપત્રમાં નોંધાયેલા સરનામામા ફેરફાર થાય તો અથવા મોટર વાહન વાપરવામાં આવતુ ન હોય તેમજ નોંધણીના પ્રમાણપત્રમાં નોંધાલા સરનામાવાળી જગાએથી ખસેડવામાં આવ્યુ ન હોય તો પેટા કલમ (૧) નો કોઇ મજકૂર લાગુ પડશે નહિ. (( નોંધઃ- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ-૪૯ની પેટા કલમ (૧) પછી (૧-એ) ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯ ))