માલિકીની તબદીલી - કલમ:૫૦

માલિકીની તબદીલી

(૧) આ પ્રકરણ મુજબ નોંધાયેલા કોઇ મોટર વાહનની માલિકી તબદીલી થાય ત્યારે (એ) તબદીલી કરી આપનારે (૧) એક જ રાજયમાં નોંધાયેલી વાહનની બાબતમાં તબદીલ કર્યું ના ચૌદ

દિવસની અંદર જેની હકુમતની અંદર તબદીલી થઇ હોય તે નોંધણી અધિકારીને કેન્દ્ર સરકાર ઠરાવે તેવા નમુનામાં તેવા દસ્તાવેજો સાથે અને તેવી રીતે તબદીલ થયાની હકીકત લખી જણાવવી જોઇશે અને સાથોસાથ તે લખાણની નકલ તબદીલીથી લેનારને મોકલવી જોઇશે (૨) રાજય બહાર નોંધાયેલ વાહનની બાબતમાં તબદીલી કર્યું ના પિસ્તાલીસ દિવસની અંદર પેટા કલમ (૧)માં ઉલ્લેખેલ નોંઘણી અધિકારીને (એ) કલમ ૪૪ હેઠળ મેળવેલ ના વાંધા પ્રમાણપત્ર અથવા (બી) આવુ કોઇ પ્રમાણપત્ર ન હોય તે બાબતમાં (૧) કલમ ૪૮ની પેટા કલમ (૨) હેઠળ મળેલ પહોંચ અથવા (૨) કલમ ૪૮માં ઉલ્લેખેલ નોંધણી અધિકારીને રજિસ્ટર ટપાલ યોગ્ય પહોંચથી મોકલીને આ અથૅ તબદીલી કરનારે અરજી મોકલી હોય તો તેને મળેલ ટપાલની પહોંચ એવા એકરાર સહિત મોકલવી જોઇશે કે આવુ પ્રમાણપત્ર આપવાની ના પાડતા અધિકારી પાસેથી કોઇ ખબર મળી નથી અથવા જેને આધીન રહીને આવુ પ્રમાણપત્ર આપી શકાય તે શરતોનુ તેને પાલન

કરવાનું ફરમાવ્યુ છે. (બી) તબદીલીથી લેનાર તબદીલ કર્યુંાના ત્રીસ દિવસની અંદર જેની હકુમતની અંદર ન રહેતો હોય અથવા સામાન્ય રીતે વાહન રાખવામાં આવતુ હોય તે ધંધાનુ સ્થળ આવેલુ હોય તે નોંધણી અધિકારીને તબદીલીનો રિપોર્ટ કરવો જોઇશે અને માલિકીની તબદીલીની વિગતો નોંધણીના પ્રમાણપત્રમાં દાખલ કરવામાં આવે તે માટે તેણે નોંધણી અધિકારીને ઠરાવેલી ફી અને તબદીલ કરી આપનાર પાસેથી મળેલા લખાણની એક નકલ સાથે નોંધણીનુ પ્રમાણપત્ર મોકલવુ જોઇશે (૨) જયારે

(એ) જેના નામે મોટર વાહન નોંધાયેલુ હોય તે મૃત્યુ પામે અથવા (બી) સરકારે અથવા સરકાર વતી યોજેલ જાહેર નીલામમાંથી મોટર વાહન ખરીધુ હોય અથવા સંપાદન

કર્યું હોય ત્યારે પ્રસંગ પ્રમાણે વાહનના કબ્જાની અનુગામી વ્યકિત અથવા મોટર વાહન ખરીદ્યુ અથવા સંપાદન કર્યું હોય તે વ્યકિતએ જેની હકુમતની અંદર તે રહેતી હોય અથવા સમાન્ય રીતે જયાં વાહન રાખવામાં આવ્યુ હોય તે ધંધાનું સ્થળ આવેલુ હોય તે નોંધણી અધિકારીને કેન્દ્ર સરકાર ઠરાવે તેટલી ફી જોડીને અને ઠરાવેલી

મુદતની અંદર અને તેવી રીતે પોતાના નામે વાહનની માલિકી તબદીલ કરવાના હેતુ માટે અરજી કરવી જોઇશે

(૩) તબદીલ કરી આપનાર અથવા તબદીલીથી લેનાર પ્રસંગ પ્રમાણે પેટા કલમ (ની ખંડ (એ) અથવા

(બી) માં નિદિષ્ટ કરેલી મુદતની અંદર તબદીલીની હકીકત નોંધણી અધિકારીને લખી ન જણાવે તો અથવા પેટા કલમ (૨) હેઠળ જેણે અરજી કરી હોય તે વ્યકિત (જેનો આ કલમમાં હવે પછી બીજી વ્યકિત તરીકે ઉલ્લેખ કર્યો છે તે ) ઠરાવેલી મુદતની અંદર આવી અરજી ન કરે તો નોંધણી અધિકારી કેસના સંજોગો ધ્યાનમાં લઇને પ્રસંગ પ્રમાણે તબદીલ કરી આપનાર અથવા તબદીલીથી લેનાર અથવા બીજી વ્યકિતને કલમ ૧૭૭ હેઠળ તેની સામે લઇ શકાય તેવા કોઇપણ પગલાને બદલે પેટા કલમ (૫) હેઠળ ઠરાવવામાં આવે તેવી એકસો રૂપિયા કરતા વધુ ન હોય તેટલી રકમ ભરવાનુ ફરમાવી શકશે પરંતુ કલમ ૧૭૭ હેઠળનુ કોઇ પગલુ જયારે સદરહુ રકમ ભરે નહિ તો પ્રસંગ પ્રમાણે તે તબદીલીથી લેનાર અથવા તબદીલ કરી આપનાર અથવા તેવી બીજી વ્યકિત સામે લેવામાં આવશે (૪) પેટા કલમ (૩) હેઠળ તે વ્યકિત રકમ ભરે તો કલમ ૧૭૭ હેઠળ તેની સામે કોઇ પગલા લઇ શકાશેનહીં.

(૫) પેટા કલમ (૩)ના હેતુઓ માટે રાજય સરકાર મોટર વાહનની માલિકીની તબદીલીની હકીકત લખી જણાવવામાં તબદીલ કરનાર અથવા તબદીલીથી લેનારની અથવા પેટા કલમ (૨) હેઠળ અરજી કરવામાં બીજી વ્યકિતના પક્ષે વિલંબની મુદતને ધ્યાનમાં લઇને જુદી જુદી રકમો ઠરાવી શકશે

(૬) પેટા કલમ (૧) હેઠળ રિપોટૅ મળ્યુ અથવા પેટા કલમ (૨) હેઠળ અરજી મળ્યે નોંધણી અધિકારી નોંધણી પ્રમાણપત્રમાં તબદીલીની નોંધ કરાવડાવી શકશે

(૭) તેવી કોઇ નોંધ કરનાર મુળ નોંધણી અધિકારી સિવાયના નોંધણી અધિકારીએ મુળ નોંધણી અધિકારીને એવી રીતે માલિકી તબદીલ થયાની હકીકત લખી જણાવવી જોઇશે.