ભાડા ખરીદી કબુલાતને આધીન મોટર વાહનો સંબંધી ખાસ જોગવાઇઓ - કલમ:૫૧

ભાડા ખરીદી કબુલાતને આધીન મોટર વાહનો સંબંધી ખાસ જોગવાઇઓ

(૧) ભાડા ખરીદી પટ્ટે અથવા સાનગીરોની કબુલાત (જેનો અમલ કલમમાં હવે પછી સદરહુ કબુલાત તરીકે ઉલ્લેખ કયૅ છે તે) હેઠળ રાખેલા મોટર વાહનની નોંધણી માટેની અરજી કરવામાં આવે ત્યારે નોધણી અધિકારી સદરહુ કબુલાત હોવા સબંધી નોંધણીના પ્રમાણપત્રમાં નોંધ કરવી જોઇશે.

(૨) આ પ્રકરણ હેઠળ નોંધાયેલા કોઇ મોટર વાહનની માલિકી તબદીલ કરવામાં આવે અને તબદીલીથી લેનાર કોઇ વ્યકિત સાથે સદરહુ કબુલાત કરે ત્યારે નોંધણી અધિકારીએ સદરહુ કબુલાતના પક્ષકારો પાસેથી કેન્દ્ર સરકાર ઠરાવે તેવા નમુનામાં અરજી કળ્યેથી નોંધણી પ્રમાણપત્રમાં સદરહુ કબુલાત હોવા સબંધી નોંધ કરવી જોઇશે (અને જો છેલ્લા નોંધણી અધિકારી એ મુળ નોંધણી અધિકારીના હોય તો તે અંગેની જાણકારી મુળ નોંધણી અધિકારીને કરવી જોઇશે.)

(૩) કેન્દ્ર સરકાર ઠરાવે તેવા નમુનામાં કરેલી અરજી ઉપરથી સબંધ ધરાવતા પક્ષકારોએ સદરહુ કબુલાત સમાપ્ત કર્યું।ની સાબિતી થયે નોંધણી અધિકારી પેટા કલમ (૧) કે પેટા કલમ (૨) હેઠળ કરેલી નોંધ રદ કરી શકશે અને જો છેલ્લા નોંધણી અધિકારીએ મુળ નોંધણી અધિકારી ના હોય તો તે અંગેની જાણકારી મુળ નોંધણી અધિકારીને મોકલવાની રહેશે. (૪) નોંધાયેલા માલિકે જેની સાથે સદરહુ કબુલાત કરી હોય તે વ્યકિત તરીકે નોંધણીના પ્રમાણપત્રમાં જેનુ નામ નિર્દિષ્ટ કરેલુ હોય તે વ્યકિતની લેખિત સંમતિ સિવાય નોંધણીના પ્રમાણપત્રમાં સદરહુ કબુલાત હેઠળ ધરાવતા કોઇ મોટર વાહનની તબદીલી સબંધી કોઇ નોંધ કરી શકાશે નહિ.

(૫) નોંધાયેલા માલિકે જેની સાથે સદરહુ કબુલાત કરી હોય તે વ્યકિત તરીકે નોંધણીના પ્રમાણપત્રમાં જેનુ નામ નિર્દિષ્ટ કરવામાં આવ્યુ હોય તે વ્યકિત નોંધણી અધિકારીને એવી ખાતરી કરાવી આપે તે સદરહુ કબુલાતની જોગવાઇઓ હેઠળ નોંધાયેલા માલિકની કસુરની લીધે વાહનને કબજો પોતે લીધો છે વાહનોના માલિક જેમના નામ પ્રમાણપત્રમાં અને નોંધાયેલા માલિક નોંધણીનુ પ્રમાણપત્ર સોંપવાની ના પાડે અથવા ફરાર થઇ ગયેલ છે ત્યારે તે અધિકારી (નોંધણીના પ્રમાણપત્રમાં નોંધાયેલા તેના સરનામે પહોચ મળે તેવી રજિસ્ટર કરાયેલ ટપાલ દ્વારા તેને નોટીશ મોકલાવીને નોંધાયેલ માલિક કરવા માંગતો હોય તેવુ નિવેદન કરવાની તેને તક આપ્યા પછી અને નોંધણીનુ પ્રમાણપત્ર પોતાની સમક્ષ રજુ કરવામાં ન આવે તેમ છતા પ્રમાણપત્ર કાઢી આપી શકશે. પરંતુ અવી વ્યકિત ઠરાવેલી ફી ન ભરે ત્યાં સુધી મોટર વાહનના સબંધમાં નવુ નોંધણી પ્રમાણપત્ર કાઢી આપી શકાશે નહીં. વધુમાં હેરફેરના વાહન સિવાય મોટર વાહન સબંધમાં કાઢી આપેલ નવુ નોંધણી પ્રમાણપત્ર આ પેટાકલમ હેઠળ રદ કરેલ પ્રમાણપત્ર જેટલી મુદત સુધી અમલમાં રહેશે તેટલી બાકીની મુદત માટે જ કાયદેસર ગણાશે

(૬) નોંધાયેલા માલિકે યોગ્ય અધિકારીને અરજી કૉ । પહેલા કલમ ૮૧ હેઠળ પરમીટ તાજુ કરાવવા માટે અથવા કલમ ૪૧ની પેટા કલમ (૧૪) હેઠળ નોંધણી પ્રમાણપત્રની બીજી નકલ કાઢી આપવા માટે અથવા કલમ ૪૭ હેઠળ નવુ નોંધણી ચિન્હો આપવા માટે (અથવા બીજા રાજયમાં વાહન ખસેડવા માટે અથવા એક વર્ગમાંથી બીજા વર્ગમાં વાહનનો ફેરફાર કરવા અંગે અથવા કલમ ૪૮ અન્વયેના વાંધા અંગેનુ પ્રમાણપત્ર આપવા માટે અગર તો કલમ ૪૯ પ્રમાણે ધંધાનુ કે રહેઠાણનુ સરનામુ તબદીલ અંગે અથવા તો કલમ ૫૨ હેઠળ વાહનમાં ફેરફાર અંગે નોંધાયેલા માલિકે જેની સાથે સદરહુ કબુલાત કરી હોય તે વ્યકિતે (જેનો આ કલમમાં હવે પછી નાણા ધીરનાર તરીકે ઉલ્લેખ કર્યું છે તેને) ના-વાંધા પ્રમાણપત્ર (જેનો આ કલમમાં પ્રમાણપત્ર તરીકે ઉલ્લેખ કયૅ છે તે ) કાઢી આપવા માટે અરજી કરવી જોઇશે.

સ્પષ્ટીકરણ આ પેટા કલમ અને પટાકલમની (૮) અને (૯)ના હેતુઓ માટે કોઇ પણ પરમીટના સબંધમાં યોગ્ય અધિકારી એટલે આ અધિનિયમની રૂએ આવી પરમીટ તાજુ કરી આપવાનો અધિકાર હોય તેવો અધિકારી અને નોંધણીના સબંધમાં યોગ્ય અધિકારી એટલે આ અધિનિયમની રૂએ નોંધણી પ્રમાણપત્રની નકલ કાઢી આપવા માટે અથવા નવુ નોંધણી ચિન્હ આપવા માટે જેને અધિકાર આપ્યો હોય તે અધિકારી

(૭) પેટા કલમ (૬) હેઠળની અરજી મળ્યાના સાત દિવસની અંદર નાણા ધીરનાર જેના માટે અરજી કરી હોય તે પ્રમાણપત્ર કાઢી આપી શકશે અથવા લેખિતમાં કારણોની નોંધ કરીને કાઢવાની ના પાડી શકશે અને અરજદારને જાણ કરી શકશે અને નાણા ધીરનાર પ્રમાણપત્ર કાઢી ન આપે અને સાત દિવસની સદરહુ મુદતની અંદર અરજદારને પ્રમાણપત્ર કાઢી આપવાની ના પાડવાના કારણોની જાણ કરે તો તેના માટે અરજી કરી હોય તે પ્રમાણપત્ર કાઢી આપવાની ના પાડવાના કારણોની જાણ કરે તો તેના માટે અરજી કરી હોય તે પ્રમાણપત્રનાણા ધીરનારે કાઢી અપ્યુ હોવાનુ ગણાશે

(૮) નોંધયેલ માલિકે કલમ ૮૧ હેઠળ કોઇ પરમીટ તાજુ કરવવા માટે અથવા કલમ ૪૧ ની પેટા કલમ (૧૪) હેઠળ નોંધણી પ્રમાણપત્રની બીજી નકલ કાઢી આપવા માટે યોગ્ય અધિકારીને અરજી કરતી વખતે અથવા કલમ ૪૭ હેઠળ નવુ નોંધણી ચિન્હ આપવા માટેની અરજી કરતી વખતે આવી અરજી સાથે પેટા કલમ (૧) હેઠળ મેળવેલ હોય તે પ્રમાણપત્ર જોડવુ જોઇશે અથવા જયારે આવુ પ્રમાણપત્ર મેળવેલ ન હોય ત્યારે તે પેટા કલમ હેઠળ નાણા ધીરનાર પાસેથી મળેલ પત્ર અથવા પ્રસંગ પ્રમાણે તેને તે પેટા કલમમાં નિર્દિષ્ટ કરેલ સાત દિવસની અંદર નાણા ધીરનાર પાસેથી કોઇ પત્ર મળ્યો નથી તેવો એકરાર રજુ કરવો જોઇશે

(૯) કોઇ પરમીટ તાજી કરવા માટે અથવા સદરહુ કબુલાત હેઠળ ધરાવેલ વાહનના સબંધમાં નવુ નોંધણી ચિન્હ આપવા માટે અથવા નોંધણી પ્રમાણપત્રની બીજી નકલ આપવા માટેની અરજી મળ્યે યોગ્ય અધિકારી આ અધિનિયમની બીજી જોગવાઇઓને આધીન રહીને

(એ) નાણા ધીરનાર જેના માટે અરજી કરી હોય તે પ્રમાણપત્ર કાઢી આપવાની ના પડે તે કિસ્સામાં અરજદારને કહી સંભળાવવાની તક આપ્યા પછી

(૧) પરમીટ તાજી કરી આપી શકશે અથવા તાજી કરી આપવાની ના પાડી શકશે અથવા (૨) નવુ નોંધણી ચિન્હ આપી શકશે અથવા આપવાની ના પાડી શકશે

(બી) બીજી કોઇપણ કિસ્સામાં (૧) પરમીટ તાજી કરી આપી શકશે અથવા (૨) નોંધણી પ્રમાણપત્રની બીજી નકલ કાઢી આપી શકશે અથવા (૩) નવુ નોંધણી ચિન્હ આપી શકશે

(૧૦) (એ) મોટર વાહનની ભાડા ખરીદ પટ્ટે અથવા સાન ગીરો કબુલાત અથવા (બી) પેટા કલમ (૩) હેઠળ નોંધ રદ કરવા અથવા (સી) મોટર વાહનની માલિકી તબદીલ કરવાના લખાણ અથવા (ડી) મોટર વાહનમાં કોઇ ફેરફાર કરવા અથવા (ઇ) મોટર વાહનની નોંધણી મોકૂફ રાખવા અથવા રદ કરવા અથવા (એફ) સરનામુ બદલવા સંબંધી નોંધણી પત્રમાણપત્રમાં નોંધ કરતા નોંધણી અધિકારીએ આવી નોંધ કરવામાં આવી છે તેવુ નાણા ધીરનારને રજી જાણ કરવી જોઇશે.

(૧૧) નવા વાહનની નોંધણી કરતા અથવા તો નોંધણી પ્રમાણપત્રની બીજી નકલ કાઢી આપતા હોય અથવા તો ના-વાંધા પ્રમાણપત્ર આપતા હોય અગર તો કામચલાઉ નોંધણી સટીફીકેટ આપતા હોય અથવા ફીટનેશ પ્રમાણપત્ર આપતા હોય કે તાજુ કરતા હોય અગર તો પરમીટમાં અન્ય બીજી મોટર વાહન અંગેની નોંધ બદલતા હોય તો તે તમામ વ્યવહાર અંગેની જાણ નોંધણી અધિકારીએ જે તે ફાયનાન્સીયરને કરવી જોઇશે

(૧૨) જયારે નોંધણી સતાએ મુળ નોંધણી સતાના હોય ત્યારે પેટા કલમ (૧) અથવા પેટા કલમ (૨) હેઠળ નોંધ કરતા હોય અગર તો પેટાકલમ (૩) પ્રમાણે તેવી નોંધ કાઢી નાંખતા હોય અથવા પેટા કલમ (૫) પ્રમાણે તાજુ નોંધણી પ્રમાણપત્ર કાઢી આપતા હોય તો તેવા વ્યવહારની જાણ મુળ નોંધણી સતાને કરવી જોઇએ