મોટર વાહનમાં ફેરફાર - કલમ:૫૨

મોટર વાહનમાં ફેરફાર

(૧) મોટરવાહનના કોઇપણ માલિકે વાહનમાં એવો ફેરફાર કરવા જોઇએ નહિ કે જેથી રજીસ્ટ્રેશન પ્રમાણપત્રમાં જણાવેલી વિગતો બનાવનારે નિર્દિષ્ટ કરેલ અસલમાં ફેરફાર થાય.

પરંતુ મોટર વાહનના માલિક બેટરી દબાણવાળો ગેસ સોલરશકિત પ્રવાહી પેટ્રોલિયમ ગેસ અથવા બીજા કોઇપણ બળતણ અથવા કન્વેઝન કીટ બેસાડીને ઊજૅ । સ્ત્રોત સહિત જુદા પ્રકારના બળતણ અથવા ઊર્જા સ્ત્રોતમાંથી ચલાવાની સગવડ માટે વાહનના એન્જિનમાં અથવા તેના કોઇપણ ભાગમાં ફેરફાર કર્યું -। હોય તો આવો ફેરફાર ઠરાવવામાં આવે તેવી શરતોને આધીન રહીને કરવો પડશે.

વધુમાં કેન્દ્ર સરકાર કોઇપણ આવી કોઇ કન્વેઝન કીટ માટે સ્પેસીફિકેશન મંજૂરી માટેની શરતો રીટ્રોફીટમેન્ટ અને બીજી સંબધિત બાબતો ઠરાવી શકશે વળી કેન્દ્ર સરકાર કોઇપણ નિર્દિષ્ટ હેતુ માટે ઉપર નિર્દિષ્ટ કરેલી રીત સિવાયની રીતે વાહનમાં ફેરફાર (( (૧-એ) મોટર વાહનનો ઉત્પાદક કેન્દ્ર સરકારે આપેલા નિર્દેશોથી સલામતી સાધનોમાં અથવા અન્ય

કરવા માટે મુકિત આપી શકશે સાધનોમાં ફેરફાર અથવા રીટ્રોફીટ કેન્દ્ર સરકારે કરાવેલા હોય તેવા માપદંડો અને સ્પેસીફેકેશનો અનુસાર કરશે. (૨) પેટા કલમ (૧) માં કાંઇપણ આપેલુ હોય તે છતા કોઇ વ્યકિત નોંધી (રજીસ્ટ્રીંગ) સતાની પાછળથી મંજૂરી મેળવીને તેની માલિકીના વાહનમાં ફેરફાર કરવાની અથવા ફેરફાર કરાવડાવાનો તેને સ્વીકૃત વાહનમાં

ફેરવી શકશે. જોગવાઇ કરવામાં આવે છે કે આવો કરવામાં આવેલો ફેરફાર કેન્દ્ર સરકારે લાદેલી હોય તેવી શરતોનું પાલન કરતો હોય. ))

(૩) રજિસ્ટર કરના અધિકારીની મંજૂરી સિવાય મોટર વાહનમાં કોઇપણ ફેરફાર કરવામાં આવે ત્યારે અથવા પેટા કલમ (૨) હેઠળ આવી મંજૂરી સિવાય તેનુ એન્જિન બદલવાના કારણે વાહનનો માલિક ફેરફાર કર્યું ના ચૌદ દિવસની અંદર જેની હકુમતમાં તે રહેતો હોય તે રજિસ્ટર કરનાર સતાધિકારીને ફેરફારનો રિપોર્ટ કરવો જોઇશે અને રજિસ્ટ્રેશન પ્રમાણપત્રમાં નોંધણીની વિગતો દાખલ કરી શકાય તે માટે ઠરાવેલી ફી સાથે તે સતાધિકારીને રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર મોકલવુ જોશે. (૪) આવી કોઇપણ નોંધ કરતા અસલ રજિસ્ટર કરનાર અધિકારી સિવાયના રજિસ્ટર કરનાર

સતાધિકારીએ નોંધની વિગતોની અસલ રજિસ્ટર કરનાર સતાધિકારીને જાણ કરવી જોઇશે. (૫) પેટા કલમ (૧) (૨) (૩) અને (૪) હેઠળ કરેલ જોગવાઇને આધીન રહીને ભાડા ખરીદ કરાર હેઠળ વાહન ધરાવનાર કોઇપણ વ્યકિત રજિસ્ટર થયેલ માલિકની લેખિત સંમતિ સિવાય વાહનમાં કોઇપણ ફેરફાર કરી શકશે નહીં.

સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુઓ માટે ફેરફાર એટલે વાહનના માળખામાં ફેરફાર જેના પરિણામ તેના મુળભુત માળખામાં ફેરફાર થાય

(( નોંધઃ- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ-પરની પેટા કલમ (૧) ની જોગવાઇ અને (૧-એ) ઉમેરવામાં આવેલ છે અને પેટા કલમ (૨) નવેસરથી ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))