નોંધણી કરવાનુ મોકૂફ રાખવા બાબત
(૧) કોઇ નોંધણી અધિકારીને કે બીજા કરાવેલા અધિકારીને એમ માનવાને કારણ હોય કે તેની હકૂમતની અંદરનું કોઇ મોટર વાહન
(એ) એવી સ્થિતિમાં છે કે જાહેર જગામાં તેનો વપરાશ લોકો માટે ભયરૂપ થઇ પડે એમ છે અથવા આ અધિનિયમ કે તે હેઠળ કરેલા નિયમોની જરૂરિયાતો અનુસારનું નથી. અથવા
(બી) ભાડે અથવા બદલાથી વાપરવાની કાયદેસર પરમીટ હોય તે સિવાય એ રીતે વપરાયુ છે અથવા વાપરવામાં આવે છે છે
તો તે અધિકારી (નોંધણીના પ્રમાણપત્રમાં દાખલ કરેલા તેના સરનામે પહોંચ મળે તેવી રજિસ્ટર કરાવેલ ટપાલ દ્રારા માલિકને નોટીશ મોકલાવીને) તે કંઇ નિવેદન કરવા ઇચ્છતો
હોય તો તેમ કરવાની તેને તક આપ્ય પછી કારણોની લેખિત નોંધ કરીને નીચેની મુદત સુધી વાહનની નોંધણીનુ પ્રમાણપત્ર મોકુફ રાખી શકશે
(૧) ખંડ (એ) નીચે આવતા કોઇ કિસ્સામાં પોતાને ખાતરી થાય તે રીતે ખામીઓ સુધારવામાં ન આવે ત્યા સુધી અને (૨) ખંડ (બી) નીચે આવતા કોઇ કેસમાં ચાર મહિના કરતા વધુ ન હોય તેટલી મુદત સુધી
(૨) પેટા કલમ (૧) હેઠળ એવી રીતે મોકુફ રાખવાનો હુકમ કરનાર નોંધણી અધિકારી સિવાયના કોઇ અધિકારીએ સદરહુ મોકૂફ રાખવા માટેની હકીકત અને તે માટેના કારણો મોકૂફી માટેનો હુકમ કરતી વખતે મોટર વાહન જેની હકુમતની અંદર હોય તે અધિકારીને લખી જણાવવા જોઇશે
(૩) મોટર વાહનની નોંઘણી પેટા ક્લમ (૧) હેઠળ એક મહિનાથી ઓછી ન હોય તેટલી ન સળંગ મુદત માટે મોકૂફ રખી હોય ત્યારે નોંધણી મોકુફ રાખેલી હોય તે વખતે જેની હકુમતમાં તે વાહન હોય તે નોંધણી અધિકારીએ પોતે જો મૂળ નોંધણી અધિકારી ન હોય
તો તે અધિકારીને સદરહુ મોકુફીની હકીકત લખી જણાવવી જોઇશે (૪) મોટર વાહનના માલિકે આ કલમ મુજબ વાહનની નોંધણીનુ પ્રમાણપત્ર મોકૂફ રાખનાર નોંધણી અધિકારી કે બીજા ઠરાવેલ અધિકારી માટે એટલે તે નોંધણીનુ પ્રમાણપત્ર પાછુ સોંપવું જોઇશે.
(૫) પેટા કલમ (૪) મુજબ પાછુ સોંપાયેલ નોંધણીનુ પ્રમાણપત્ર નોંધણી મોકૂફ રાખવાનો હુકમ રદ કરવામાં આવે તે પછી સદરહુ માલિકને પાછા આપવામાં આવશે અને તે પહેલા પાછા આપવામાં આવશે નહિ.
Copyright©2023 - HelpLaw