
કલમ ૫૩ હેઠળ મોકૂફ રાખેલ નોંધણી પ્રમાણપત્ર રદ કરવા બાબત.
કલમ ૫૩ હેઠળ વાહનની નોંધણીની મોકુફી છ મહિનાથી ઓછી ન હોય તેટલી મુદત સુધી સળંગ ચાલુ રહી હોય ત્યારે નોંધણી મોકૂફ રાખવામાં આવી તે વખતે તે મોટર વાહન જેની હકુમતમાં હોય તે નોંધણી અધિકારી જો તે પોતે મુળ નોંધણી અધિકારી ન હોય તો તેણે નોંધણીનુ પ્રમાણપત્ર તે અધિકારીને મોકલી આપવુ જોઇશે અને તે તરત જ તેને રદ કરી શકશે.
Copyright©2023 - HelpLaw