
નોંધણી રદ કરવા બાબત.
(૧) મોટર વાહનનો નાશ થયેલ હોય અથવા તે હંમેશા માટે વાપરી ન શકાય તેવુ થયેલ હોય તો માલિકે ચૌદ દિવસની અંદર અથવા જેમ બને તેમ જલદી જેની હકુમતમાં તે રહેતો હોય અથવા સામાન્ય રીતે વાહન રાખવામાં આવતુ હોય તે ધંધાના સ્થળે આવેલુ હોય તે નોંધણી અધિકારીને તે બાબતનો રિપોટૅ કરવો જોઇશે તે અધિકારીને તે વાહનની નો;ધણીનુ પ્રમાણપત્ર મોકલી આપવુ જોઇશે
(૨) નોંધણી અધિકારી મુળ નોંધણી અધિકારી હોય તો તેણે નોંધણી તથા તેનુ પ્રમાણપત્ર રદ કરવા જોઇશે અથવા પોતે તે ન હોય તો મુળ નોંધણી અધિકારીને તે રીપોટૅ અથવા નોંધણીનુ પ્રમાણપત્ર મોકલી આપવા જોઇશે અને તે અધિકારીએ તે નોંધણી તથા પ્રમાણપત્ર રદ કરવા જોઇશે
(૩) પોતાની હકુમત અંદરના મોટર વાહનને રાજય સરકાર હુકમથી નીમે એવા અધિકારી તપાસે એવોહુકમ કોઇ નોંધણી અધિકારી કરી શકશે અને તપાસ ઉપરથી અને (નોંધણીના પ્રમાપત્રમાં નોંધેલા માલિકનાસરનામે પહોચ મળે એવી રજિસ્ટર કરાયેલ ટપાલ દ્રારા તેને નોટીશ મોકલાવીને) માલિક કરવા માગતો હોય
તેવુ નિવેદન કરવાની તેને તક આપ્યા પછી તેને ખાતરી થાય કે તે વાહનની સ્થિતિ એવી છે કે તેને વાપરી શકાય
એમ નથી અથવા તે જાહેર જગામાં વાપરવુ લોકો માટે જોખમકારક છે અને તેની મરામત થઇ શકે તેમ નથીતો તે અધિકારી તે વાહનની નોંધણી રદ કરી શકશે
(૪) નોંધણી અધિકારીને એવી ખાતરી થાય કે મોટર વાહન કાયમને માટે ભારત બહાર ખસેડવામાં આવ્યુ છે તો તેણે તે નોંધણી રદ કરવી જોઇશે.
(૫) નોંધણી અધિકારીને એવી ખાતરી થાય કે મોટર વાહનની નોંધણી જેના આધારે અથવા એવી હકીકતોની રજુઆત કરી હોય કે જે મહત્વની બાબતમાં ખોટી હોય તેના આધારે અને તેવી રજુઆતથી મેળવેલ છે અથવા એન્જિન નંબર અથવા ચેસીસ નંબર જે તેના ઉપર કોતરેલ હોય તે નોંધણી પ્રમાપણપત્રમાં નોંધેલ હોય તે નંબર કરતા જુદા છે તો નોંધણી અધિકારીએ (નોંધણી પ્રમાણપત્રમાં નોંધેલા માલિકના સરનામે પહોંચ મળે એવી રજિસ્ટર ટપાલ દ્રારા તેને નોટીશ મોકલાવીને) માલિક કરવા માંગતો હોય તેવુ નિવેદન કરવાની તક આપ્યા પછી ને કારણોની લેખિત નોંધ કરીને નોંધણી રદ કરવી જોઇશે
(( (૫-એ) કોઇપણ નોંધણી કરનારી સતા અથવા અન્ય કોઇ સૂચિત સતા પાસે એવું માનવાને કારણ હોય કે તેની હકૂમત વિસ્તારના કોઇ મોટર વાહનનો ઉપયોગ કલમ ૧૯૯-એ હેઠળના શિક્ષા પાત્ર ગુનો કરવા માટે થઇ રહેલ છે તો માલિકને લેખિતમાં રજૂઆત કરવાની તક આપીને વાહનનું રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર એક વર્ષના સમયગાળા માટે રદ કરી શકશે. જોગવાઇ કરવામાં આવે છે કે મોટર વાહનનો માલિક કલમ ૪૦ અને કલમ ૪૧ ની સુસંગતામાં નવેસરથી રજિસ્ટ્રેશન (નોંધણી) કરાવવા માટે અરજી કરી શકશે. ))
(૬) કલમ ૫૪ હેઠળ અથવા આ કલમ હેઠળ મોટર વાહનની નોંધણી રદ કરનાર નોંધણી અધિકારીએ તે વાહનના માલિકને તે હકીકત લખી જણાવવી જોઇશે અને તે વાહનના માલિકે તરત જ તે અધિકારીને વાહનની નોંધણીનુ પ્રમાણપત્ર પાછા સોપી દેવા જોઇશે
(૭) કલમ ૫૪ હેઠળ અથવા કલમ મુજબ રદ કરવાનો હુકમ કરનાર નોંધણી અધિકારી જો પોતે મુળ નોંધણી અધિકારી હોય તો તેણે નોંધણીનુ પ્રમાણપત્ર અને તે વાહનને લગતી પોતાના રેકડૅમાંની નોંધ રદ કરવા જોઇશે અને પોતે મુળ નોંધણી અધિકારી ન હોય તો તેણે તે અધિકારીને નોંધણીનુ પ્રમાણપત્ર મોકલી આપવુ જોઇશે અને તે અધિકારીએ નોંધણીનુ પ્રમાણપત્ર અને પોતાના રેકડૅમાંની તે વાહનને લગતી નોંધ કરવા જોઇશે (૮) આ કલમ અને કલમો ૪૧ ૪૯ ૫૦ ૫૧ ૫૨ ૫૩ અને ૫૪માં મુળ નોંધણી અધિકારી એ શબ્દપ્રયોગનો અથૅ જેના રેકડૅમાં તે વાહનની નોંધણી કરી હોય તે નોંધણી અધિકારી એવો થાય છે
(૯) આ કલમમાં નોંધણી પ્રમાણપત્ર માં અધિનિયમની જોગવાઇઓ હેઠળ તાજુ કરી આપેલ નોંધણી પ્રમાણપત્રનો સમાવેશ થાય છે (( નોંધઃ- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ-૫૫ની પેટા કલમ (૫) પછી (૫-એ) ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
Copyright©2023 - HelpLaw