હેરફેરના વાહનો ચલાવવાની યોગ્યતાનું પ્રમાણપત્ર - કલમ:૫૬

હેરફેરના વાહનો ચલાવવાની યોગ્યતાનું પ્રમાણપત્ર

(૧) કોઇ હેરફેરનુ વાહન તે સમયે આ અધિનિયમ અને તે હેઠળ કરેલા નિયમોની તમામ જરૂરિયાતો અનુસાર હોવાની મતલબનુ ઠરાવેલા અધિકારીએ અથવા પેટા કલમ (૨)માં જણાવેલ અધિકૃત ટેસ્ટીંગ સ્ટેશને આપેલુ કેન્દ્ર સરકાર ઠરાવે તેવા નમુનાને તેવી વિગતોવાળુ અને માહિતી વાળુ યોગ્યતાનુ પ્રમાણપત્ર તે વાહન સાથે હોય તે સિવાય તે વાહન કલમો ૫૯ અને ૬૦ની જોગવાઇઓને આધીન રહીને કલમ ૩૯ના હેતુઓ માટે કાયદેસર રીતે નોંધાયેલુ ગણાશે નહિ

પરંતુ ઠરાવેલા અધિકારી અથવા અધિકૃત ટેસ્ટીંગ સ્ટેશન પ્રમાણપત્ર આપવાની ના પાડે તો તે અધિકારીએ તે વાહનના માલિકને આવી રીતે ના પાડવાના પોતાના કારણો લખી જણાવવા જોઇશે (( જોગવાઇ કરવામાં આવે છે કે એક તારીખ પછી જે કેન્દ્રીય સરકાર નકકી કરે તે પછી કોઇપણ વાહનને ક્ષમતાનુ પ્રમાણપત્ર આપવામાં આવશે નહિ. સિવાય કે આવા વાહનનું પરીક્ષણ સ્વયં સંચાલિત પરીક્ષણ સ્ટેશન પર કરવામાં આવેલ હોય ))

(( (૨) અધિકૃત પરીક્ષણ સ્ટેશન જેનો સંદર્ભે પેટા-કલમ (૧) માં કરવામાં આવેલ છે તેનો અથૅ કોઇ સગવડ જેમા સ્વયં સંચાલિત પરીક્ષણ સગવડો સમાવિષ્ટ હોય જેને આવા સ્ટેશનની ઓળખ નિયમન અને નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે બનાવેલા નિયમોની સુસંગતામાં અધિકૃત કરેલ હોય. ))

(૩) પેટા કલમ (૪) ની જોગવાઇઓને આધીન રહીને આ અધિનિયમના ઉદેશોને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકાર ઠરાવે તેટલી મુદત સુધી અસરકă । રહેશે

(૪) ઠરાવેલા અધિકારીને ખાતરી થાય કે તે પ્રમાણપત્ર જેને લગતુ છે તે વાહન આ અધિનિયમ તથા તે હેઠળ કરેલા નિયમોની તમામ જરૂરિયાતો અનુસાર રહેલ નથી તો તે અધિકારી લેખિત કારણો દર્શાવીને પ્રમાણપત્ર રદ કરી શકાશે અને આવી રીતે રદ કરવામાં આવે એટલે તે વાહનનુ પ્રમાણપત્ર તથા પ્રકરણ-૫ હેઠળ તે વાહનના સબંધમાં અપાયેલી કોઇ પરમિટ નવુ યોગ્યતાનુ પ્રમાણપત્ર મેળવવામાં આવે નહિ ત્યાં સુધી

મોકૂફ રાખવામાં આવેલા ગણાશે (( જોગવાઇ કરવામાં આવે છે કે સૂચિત સતા દ્રારા આવું કોઇ રદ્દીકરણ કરવામાં આવશે નહિ સિવાય કે (એ) આવી સૂચિત સતા કેન્દ્ર સરકારે નિર્દિષ્ટ કરેલી હોય તેવી ટેકનીકલ લાયકાત ધરાવતી હોય અને જયારે આવી સતા ટેકનીકલ લાયકાત ધરાવતી ના હોય ત્યારે આવું રદ્દીકરણ આવી લાયકાત ધરાવતા અધિકારીના રીપોર્ટના આધારે રદ કરવામાં આવશે અને (બી) જે વાહનનું કામના પ્રમાણપત્ર રદ કરવાનું થતું હોય તેના માલિક અથવા વૈકલ્પિક પણે સૂચિત સતાએ પસંદ કરેલ અધિકૃત પરીક્ષણ સ્ટેશનના સમથૅનથી કારણોની લેખિતમાં નોંધ કરીને ક્ષમતા પ્રમાણપત્ર

રદ કરવામાં આવશે. વધુ જોગવાઇ કરવામાં આવી છે કે જો રદ્દીકરણને અધિકૃત પરીક્ષણ સ્ટેશન દ્રારા સમૅથીત કરવામાં આવે તો આવા પરીક્ષણ કરવા માટેનો ખચૅ વાહન માલિકે અને વૈકલ્પિકપણે સુચિત સતાએ તે સમગ્ર ભારતમાં કાયદેસર ગણાશે

(૫) આ અધિનિયમ મુજબ કાઢી અપાયેલુ યોગ્યતાનુ પ્રમાણપત્ર અસરકૉ । હોય ત્યાં સુધી તે સમગ્ર ભારતમાં કાયદેસર ગણાશે. (( (૬) આ કલમ હેઠળનું પથૅ ાથ ક્ષમતા પ્રમાણપત્ર ધરાવતા બધા જ પરીવહન વાહનો કેન્દ્ર સરકારે નિદિષ્ટ કરેલ હોય તેવો તફાવત દર્શક ચિન્હ સ્પષ્ટપણે દેખાય તેવી રીતે તેની ઉપર ધરાવશે. (૭) કેન્દ્ર સરકાર નિર્દિષ્ટ કરે તેવી શરતોને આધીન આ કલમની જોગવાઇઓ બિન-પરીવાહન વાહનો સુધી વિસ્તૃત કરાશે. ))

(( નોંધ:- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ-૫૬ની પેટા કલમ (૧) અને (૪)માં નવી જોગવાઇ ઉમેરવામાં આવેલ છે અને પેટા કલમ (૨) (૬) અને (૭) નવેસરથી મૂકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯ ))